For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેડી વાછકપરની શાળાના લંપટ શિક્ષકને પકડવા દરોડા

05:44 PM Jan 07, 2025 IST | Bhumika
બેડી વાછકપરની શાળાના લંપટ શિક્ષકને પકડવા દરોડા

Advertisement

12 જેટલી છાત્રાઓને બીભત્સ વીડિયો બતાવી બે વર્ષ સુધી વિકૃત હરકત કરનાર શિક્ષકના અયોધ્યા ચોક સ્થિત ઘરે પોલીસનું સર્ચ

રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો બેડી (વાછકપર) ગામે બન્યો હતો. પ્રાથમિક શાળાનો શિક્ષક કમલેશ અમૃતિયાએ શાળામાં અભ્યાસ કરતી 12 જેટલી માસુમ છાત્રાઓને બીભત્સ વીડિયો બતાવી, બે વર્ષ સુધી વિકૃત હરકતો કરતો હોવાનું છાત્રાઓએ તેમના વાલીને જાણ કર્યા બાદ આ મામલે શિક્ષક કમલેશ સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાયા બાદ પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ માટે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂૂ કરી હતી.

Advertisement

150 ફૂટ રીંગ રોડ ઉપર અયોધ્યા ચોક સ્થિત તેના ઘરે દરોડા પડ્યા હતા પરતું તે હાથમાં આવ્યો નથી.ભોગ બનનાર એક છાત્રાના વાલીએ આ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેની પત્નીએ તેને થોડા દિવસ પહેલાં એવી ફરિયાદ કરી હતી કે આપણી દિકરીએ આજે મને કહ્યું છે કે આરોપી કે જે ધો.પમાં વર્ગ શિક્ષક છે તે રિશેષના સમયમાં બે-ત્રણ છાત્રાઓને ભેગી કરી, પોતાના મોબાઈલમાં ન્યુડ વીડિયો બતાવી પોતાનું પેન્ટ ઉતારી નાખે છે.

એટલું જ નહીં આરોપી છેલ્લા બે વર્ષથી આ પ્રકારની હરકતો કરતો હોવાનું બહાર આવ્યું હતું. સ્કૂલની અન્ય છાત્રાઓ સાથે પણ શિક્ષક કમલેશ આ પ્રકારની હરકતો કરી હતી.
શિક્ષક કમલેશ અમૃતિયા બે વર્ષથી આવી બીભત્સ હરકતો કરતો હતો અને શાળાની અનેક વિદ્યાર્થિનીઓને ન્યૂડ વીડિયો બતાવી પોતાનું પેન્ટ ઉતારી નાખતો હતો.

કેટલીક વિદ્યાર્થિનીઓએ પોતાના માતાપિતા સમક્ષ અગાઉ આ અંગે વાત પણ કરી હતી, પરંતુ ગામ અને સમાજમાં આબરૂૂ જશે તેવા ભયથી વાલીઓએ અવાજ ઉઠાવ્યો નહોતો અને શિક્ષક કમલેશ અમૃતિયાએ તેનો ગેરલાભ ઉઠાવી પોતાની હરકતો ચાલુ રાખી હતી, પરંતુ ગત તા.17 ડિસેમ્બરના કમલેશે ત્રણ છોકરીને બગીચામાં લઇ જઇને વીડિયો બતાવ્યો હતો તેમાંથી એક છોકરીએ તેની માતાને આ અંગે વાત કરી હતી.

જેને કારણે ભોગ બનનાર છાત્રાઓના વાલીઓ કુવાડવા રોડ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપી વિરૃધ્ધ ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે 150 ફૂટ રીંગ રોડ ઉપર અયોધ્યા ચોક પાસે રહેતા શિક્ષક કમલેશ અમૃતિયા સામે બીએનએસની કલમ ર9પ, 7પ (ર), અને પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંધી હતી.

કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઈ બી.પી.રજયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોએ કમલેશને પકડવા દરોડા પડ્યા હતા જોકે આરોપી હજૂ હાથમાં આવ્યો નથી. તેની શોધખોળ જારી રાખવામાં આવી છે.

---

Advertisement
Tags :
Advertisement
Advertisement