શહેરના 50 જેટલા બુટલેગરોના દારૂના અડ્ડાઓ ઉપર દરોડા
વ્હેલી સવારે ક્રાઇમ બ્રાંચ, SOG, PCB, પેરોલ ફર્લો સહિતની ટીમો ત્રાટકી, 12 બૂટલેગરની ધરપકડ, 1 લાખનો મુદ્દામાલ કબજે
શહેરમા ગુનેગારો અને અસામાજિક તત્વો સામે પોલીસે હાથ ધરેલા ઓપરેશન લુખ્ખા બાદ શહેર વિસ્તારમાં દારૂૂ પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવાને હેતથી રાજકોટ પોલીસની 54 જેટલી ટીમો વહેલી સવારે શહેરભરના દેશી દારૂૂના અડ્ડાઓ ઉપર ત્રાટકી હતી અને કુલ 13જેટલા બુટલેગરો સામે કાર્યવાહી કરી ગુના નોધી 1 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. રાજકોટ શહેર વિસ્તારમાં વધતી જતી ગુનાખોરી કાબુમાં લેવા અને ગેર કાયદેસરક પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સુચનાથી વહેલી સવારે મેગા ડ્રાઇવ યોજી દેશી દારૂૂના અડ્ડાઓ ઉપર પોલીસની અલગ અગલ ટીમોએ દરોડા પડ્યા હતા.
પ્રોહીબીશનની આ મેગા ડ્રાઇવમાં ક્રાઈમ બ્રાંચની 25 તથા એસ.ઓ.જીની 5,પેરોલ ફર્લો સ્કોડની 11, ઇ.ઓ.ડબલ્યુની 8 અને એમ.ઓ.બી 3 મળી કુલ 54 જેટલી અલગ-અલગ ટીમોએ શહેરના કુબલીયાપરા, જંગલેશ્વર, લાતીપ્લોટ, કિટીપરા, એરપોર્ટ પોલીસ મથક વિસ્તાર,કુવાડવા સહિતના વિસ્તારમાં દેશીદારૂૂના અડ્ડાઓ તેમજ પ્રવૃતિ સાથે સંકળાયેલ બુટલેગરના રહેણાંક મકાન ઉપર દરોડા પડ્યા હતા. જેમાં પ્રોહીબીશનના કુલ 13 કેશો શોધી કાઢી અને મહિલાઓ સહીત 13 બુટલેગરોની ધરપકડ જેમાં દેશી દારૂૂ લીટર-200 લીટર જેટલો દેશીદારૂૂ અને 150 લીટર આથો ભઠ્ઠીના સાધનો મળી 1 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ દરોડામાં 16 નીલ રેઇડ થઇ હતી. શહેર.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમીશ્નર મહેન્દ્ર બગરીયા,ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી.બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ.જાદવ સાથે એસઓજીના પી.આઈ એસ. એમ. જાડેજા, ઇ.ઓ. ડબલ્યુના પી.આઈ કે.જે. કરપડા પીસીબીના પી.આઈ એમ.જે. હુણ સહીતના સ્ટાફે પ્રોહીબીશન પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને અસકારક કામગીરી કરી હતી.