For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેરમાં ત્રણ સ્થળે દેશી-વિદેશી દારૂના દરોડા, મહિલા સહિત ત્રણ ઝડપાયા

04:00 PM Feb 08, 2025 IST | Bhumika
શહેરમાં ત્રણ સ્થળે દેશી વિદેશી દારૂના દરોડા  મહિલા સહિત ત્રણ ઝડપાયા

પીસીબીની ટીમના અલગ અલગ દરોડામાં 32 લીટર દેશી અને 12 બોટલ દારૂ કબજે

Advertisement

શહેરમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચનાથી પીસીબીએ અલગ અલગ ત્રણ દરોડામાં 32 લિટર દેશી દારૂ અને 12 લિટર વિદેશી દારૂ સાથે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. મળતી વિગતો મુજબ પીસીબીએ પાડેલા દરોડામાં દૂધસાગર રોડ ઉપર આકાશદીપ સોસાયટીમાં રહેતા સોહિલ મુસ્તુફા હુસેન કાદરીના ઘરેથી દરોડો પાડી રૂા. 8076ની કિંમતની 12 બોટલ દારૂ કબ્જે કર્યો હતો.

અન્ય દરોડામાં ગોંડલ રોડ પર કોઠારિયા સોલવન્ટ સસુલપરા શેરી નં. 21માંથી 3000ની કિંમતના 15 લિટર દેશી દારૂ સાથે મહમદ ગુલ મહમદ પલેજા અને પુનિત નગર મેઈન રોડ ઉપર ઝુપડામાં દરોડો પાડી 3400ની કિંમતના 17 લિટર દેશી દારૂ સાથે પંખુબેન મુન્નાભાઈ સોલંકીની ધરપકડ કરી હતી.

Advertisement

પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલિયા સાથે પીએસઆઈ એમ.જે. હુણ, પી.બી. ત્રાજિયા સાથે સ્ટાફાના મયુરભાઈ, સંતોષભાઈ, મહિપાલસિીંહ, હરદેવસિંહ, કિરતસિંહ, કરણભાઈ, ઘનશ્યામસિંહ, વિરેન્દ્રસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement