શહેરમાં ચાર સ્થળે ક્રિકેટ મેચના સટોડિયા ઉપર દરોડા,ચાર ઝડપાયા
આઈપીએલ શરૂૂ થતાની સાથેજ ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાની મોસમ પુર ભરમાં ખુલી છે.ત્યાર પોલીસે પણ આવા સટોડિયા ઉપર ધોસ બોલાવી છે. પીસીબી અને ક્રાઈમ બ્રાંચે અલગ અલગ ચાર દરોડા પાડી નિર્મળા કોન્વેન્ટ રોડ, કોલસાવાડી, કોઠારીયા રોડ અને પેડક રોડ ઉપરથી ફોનમાં આઈડી વડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા.
પીસીબીની ટીમે પાડેલા અલગ અલગ દોરોડામાં પ્રથમ દરોડો નિર્મળા કોન્વેન્ટ રોડ યોગીનિકેતન પાસેથી બેંગ્લોર અને દિલ્હી વચ્ચેની આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમતા રૈયાધાર પાણીના ટાંકા પાસે શાંતિનગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ગૌરવ દિનેશભાઈ નથવાણીની ધરપકડ કરી હતી. બીજા દરોડામાં કોલસાવાડી ચોકમાંથી ક્રાઈમબ્રાંચે ફોનમાં આઈ.ડી. વડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં ગાયકવાડી રવી સાગર એપાર્ટમેન્ટમાં રહેતા મુરલી વિનોદભાઈ ભાવનાણી (ઉ.વ.24)ને રૂૂા 5 જારના ફોન સાથે ઝડપી લીધો હતો. ત્રીજા દરોડામાં કોઠારીયા મેઈન રોડ પરથી પી.સી.બી.એ. ફોનમાં આઈ.ડી. વડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં રામેશ્વર - એપાર્ટમેન્ટ, ગીતાનગર મેઈન રોડ ઉપર રહેતા ચિરાગ સુધીરભાઈ વરૂૂ (ઉ.વ.33) ને રૂૂા - 5 હજારના ફોન સાથે પકડી લીધો હતો. જયારે ચોથા દરોડામાં પેડક રોડ પર એસ.બી.આઈ.. બેંક નજીક ફોમાં આઈ.ડી. વડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં 80 ફુટ રોડ સત્યમ પાર્કમાં રહેતા મહેશ જગદીશભાઈ લીંબાસીયા (ઉ.વ.44) ને પી.સી.બી.એ. 10 હજારના ફોન સાથે પકડી લીધો હતો.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબીના ઇન્ચાર્જ પી.આઈ એમ.આર.ગોંડલીયા સાથે પીએસઆઈ એમ.જે.હુણ એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ પો.હેડ.કોન્સ કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, પો. કોન્સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઈ મેતા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકીએ કામગીરી કરી હતી.