શહેર અને લાલપુરમાં ઇંગ્લિશ દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા: ત્રણની અટકાયત
બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો
જામનગર શહેર અને લાલપુરમાં પોલીસે ઇંગલિશ દારૂૂ અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા છે, અને ત્રણ આરોપીઓની પોલિસે અટકાયત કરી છે. જયારે એક આરોપીને ફરારી જાહેર કરાયો છે.
જામનગર શહેરમાં મહાવીર નગર વિસ્તારમાંથી બાઈકમાં ઇંગલિશ દારૂૂ સાથે નીકળેલા પાર્થ મનસુખભાઈ કમાણી નામના એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે, અને તેની પાસેથી ઇંગ્લિશ દારૂૂ અને બાઈક કબજે કરી લીધા છે, જ્યારે ખોડીયાર કોલોની માંથી દારૂૂ સાથે નીકળેલા વિશાલ જયંતીભાઈ ઘેડીયા નામના એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે.
જામનગર જિલ્લાના લાલપુર ટાઉનમાં ચાર થાંભલા પાસેથી ઇંગ્લિશ દારૂૂ સાથે નીકળેલા હેમલ હસમુખભાઈ સાદરીયા નામના એક શખ્સને ઝડપી લીધો છે, અને તેની પાસેથી 21 ઈંગ્લીશ દારૂૂ ની બાટલીનો જથ્થો કબજે કર્યો છે. તેને ઉપરોક્ત દારૂૂ નો જથ્થો લાલપુરના ધરાર નગરમાં રહેતા અરમાન સલીમભાઈ દલ નામના શખ્સ દ્વારા સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.