For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થાનગઢમાં કાળા કોલસા બાદ સફેદ માટી ખનન ઉપર દરોડા: 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

12:21 PM Apr 24, 2025 IST | Bhumika
થાનગઢમાં કાળા કોલસા બાદ સફેદ માટી ખનન ઉપર દરોડા  2 50 કરોડનો મુદ્દામાલ જપ્ત

વીજળિયા ગામે ખાનગી સર્વે ની જમીનમાં મોટૂ માટી ખનન પ્રાત અધિકારીની ટીમે ઝડપ્યું

Advertisement

ગેરકાયદે ખનીજ ખનન પ્રવૃતિ ઉપર કોણ ખાખી અને ખાદીધારી મહેરબાન?

કાલા સોના કોલસાના ખનીજ માફિયાઓ બાદ માટીના ખનન માફિયાઓ ઉપર ડે. કલેકટરની તવાઇ બાદ આજે થાનગઢનાં વિજળીયા ગામે ચાલતા ગે. કા માટી ખનન ઉપર દરોડા પાડી અઢી કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખનન માફિયાઓમાં દોડધામ મચી ગયેલ હતી.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા પ્રાત થાનગઢ પંથકમાં ગે. કા કાર્બોસેલ ઉપર તંત્રનાં દરોડા અને કડક કાર્યવાહી દરમ્યાન એસ. ડી. એમ. એચ. ટી. મકવાણા ને ખાનગી રાહે હકીકત મળેલ હતી કે આ વિસ્તારમાં સફેદ માટીની પણ મોટા પાયે અન અધિકૃત ખનન પ્રવૃતિઓ કરી ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા છે. જેના આધારે તેઓએ માહિતી મેળવી આજે વિજળીયા ગામનાં એક ખાનગી સર્વે નંબરની જમીન ઉપર ચાલતા ગેરકાયદેસર માટી ખનન ઉપર તેમની ટીમ સાથે દરોડો પાડતા નાસભાગ મચી ગયેલ હતી.

આ દરોડા દરમ્યાન રાજુભાઈ વિરજીભાઇ કુમરખાણીયા અને તેના મળતીયા દ્વારા ખાનગી જમીનમાં માટી ખોદકામ કરવામાં આવતું હોવાનું ખુલ્યું હતું તેમજ ખનન પ્રવૃત્તિ માટે વપરાતા બે હીટાચી મશીન અને લઇ જવા માટેના બે પાટલા, બે ડમ્પર, 7 મોબાઇલ, સબમર્શિબલ પંપ, પંખો, પાઇપ મળી અંદાજે અઢી કરોડ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

એકાએક માટી ખનન ઉપર પ્રાત અધિકારીની ટીમ ત્રાટકતા માટી ખનીજ માફિયાઓમાં ચકચાર સાથે હડકંમ્પ મચી ગયેલ છે. અને આ જ પ્રકારે અન્ય સ્થળે ચાલતી ખનન પ્રવૃતિઓ ઉપર પણ માહિતી મળે તબ્બકાવાર દરોડા પાડી ગે. કા પ્રવૃતિડ ડામવા માટે તંત્ર કામગીરી કરશે તેવું કહેવાય છે.

સુરેન્દ્રનગરનાં થાનગઢ, સાયલા, મૂળી, ચોટીલા સહિતનાં વિસ્તારોમાં મોટા પ્રમાણમાં અનેક પ્રકારની ખનીજ ખનન પ્રવૃતિઓ ગેર કાયદેસર ઘણા વર્ષોથી ચાલતી હોવાનું અને અબજો રૂૂપિયાનું ખનીજ માફિયાઓ ખોદકામ કરી ચોરી ગયાનું ઝડપાયેલા સાધનો અને ખોદાયેલા ખાણ રૂૂપી કૂવાઓ ઉપરથી સાબિત થાય છે. ત્યારે મોટા પ્રમાણમાં ચાલતી આ ગેરકાયદેસર ખનન પ્રવૃતિ કોઇના આશિર્વાદ વગર અશક્ય હોવાની લોકોમાં ચર્ચા છે, સરકારમાં સારા બનતા કેટલાક ખાખી અને ખાદીધારીઓ પણ આ પ્રવૃતિ સાથે સીધા અને આડકતરા સંકળાયેલા હોવાનું કહેવાય છે!

સરકારની તીજોરી ને અને કુદરતી ખનીજ સંપદાઓને લુટનારા માફિયાઓ ઉપર કોણ કોણ મહેરબાન? તે અંગે ખાનગી તપાસ કરાવાય તો અનેકની લીલા બહાર આવવાની શક્યતા છે! આવા લોકો સમક્ષ પગલા ભરવા જોઈએ તેમ લોકો ઉચ્છે છે.

ખનીજ સંપદાને ખોતરી ખાવા જેને જ્યારે મૌકો મલ્યો તેણે હાથ કાળા કરી ગાંધી છાપ કટકટાવતા રહ્યાં છે! એક ચર્ચા એવી પણ છે કે ઉપર સુધી બધું ચાલતું હોય એટલે આવા લોકોનાં નામ કદી જાહેર થતા નથી તેવું લોકો કહીં રહ્યા છે. ચોટીલા પ્રાતઅધિકારી એ ટૂકા સમયમાં જ ગેર કાયદેસર ખનન પ્રવૃત્તિઓને ડામવા મીશન ઉપાડતા કરોડોની ખનીજ ચોરી તેમજ કરોડોની મશીનરી જપ્ત કરી કડક કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ સાથે હડકંમ્પ મચી ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement