For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાટડીમાં વડોદરા ACBના PIના ભાઈની ક્લબ ઉપર દરોડો, 30 ઝડપાયા

11:17 AM Nov 19, 2024 IST | Bhumika
પાટડીમાં વડોદરા acbના piના ભાઈની ક્લબ ઉપર દરોડો  30 ઝડપાયા
Advertisement

વધુ એક વખત પોલીસની આબરૂ ધૂળધાણી, સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડા બાદ મંજૂરીથી ચાલતી વધુ એક ક્લબનો એસએમસીએ કરેલો પર્દાફાશ

સુરેન્દ્રનગરના પાટડી સ્ટેટ મોનીટરીં સેલના ટીમે વડોદરા એસીબીનાપીઆઈનાબે ભાઈ સંચાલીત જુગાર ક્લબ ઉપર દરોડો પાડી પીઆઈના બે ભાઈ તેમજ 5 મહિલા સહિત 30ની ધરપકડ કરી 4 લાખનીરોકડ સહિત 6.58 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisement

સુરેન્દ્રનગરના પાટડીમાં વેલનાથ નગરમાં રહેતા વડોદરા એસીબીમાં ફરજબજાવતા પીઆઈ કે.પી. તરેટિયાના મકાનમાં તેના બે ભાઈ જુગારક્લબ ચલાવતા હોવાનીબાતમીના આધારે એસએમસીના ડીઆઈજી નિર્લીપ્ત રાયની સુચનાથી ડીવાયએસપી કે.ટી. કામરિયા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. આ જુગારક્લબ ચલાવતા પીઆઈ કે.પી. તરેટીયાના બે ભાઈ કિરણ ઉર્ફે અલ્પેશ પ્રહલાદ ઠાકોર તેના ભાઈ મુકેશ પ્રહલાદભાઈ ઠાકોર (તરેટિયા) સાથે જુગાર ક્લબમાં મદદ કરનાર ભરત રમેશ દેવી પૂજક, રાકેશ શ્યામજી ઠાકોર, જુગાર રમવા આવેલ વસીમ વસીમ ભુવન સિપાહી, મીનાઝ ઉમેશ નાયક, અમિત દીલીપ ખાખર, અસલમ શબ્બીર સીપાહી, લાલભા ભીખુભા ઝાલા, ઝાહીર અબ્બાસ બેલીમ, દેવપાલ રાજુભાઈ ઝાલા, નરેશ મંગાભાઈ ઠાકોર, વખતસિંહ ભરતસિંહ સોલંકી, વિજય મનહર ભીલ, નીલેશગીરી વિષ્નુગીરી ગોસ્વામી, ભાર્ગવ અમૃતભાઈ દેકેવાડિયા, રસીક ચાંદભાઈ દેવીપૂજક, લાલભાઈચાંદભાઈ દેવીપૂજક, મોહસીન બાબુભાઈ માડલી, સરફરાજ હબીબ ફકીર, રામભાઈ નુવાભાઈ ઠાકોર, અરવિંદ હરીભાઈ મકવાણા, કીરણ કુમાર મંગાજી ઠાકોર, રાજુ પોલા દેવીપૂજક, રમેશ રાસંગજી ઠાકોર અને પાંચ મહિલા ખુશ્બુબેન અરવિંદભાઈ પરમાર, રમીલાબેન ગોપાલભાઈ ઠાકોર, કાન્તાબેન મંગાભાઈ પરમાર,, રમીલાબેન નાગજીભાઈ પરમાર અને જીલીબેન તરસંગજી ઠાકોરની ધરપકડ કરી હતી.

દરોડામાં રૂા. 4.58 લાખની રોકડ તેમજ 3 વાહનો 26 મોબાઈલ મળી રૂાી. 6.58 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વડોદરા એસીબીમાં ફરજ બજાવતા પીઆઈ કે.પી. તરેટિયા (ઠાકોર)ના બન્નેભાઈઓ છેલ્લા 2 મહિનાથી જુગાર ક્લબ ચલાવતા હતા આ મામલે હવે પાટડી સ્થાનિક પોલીસ સામે પગલા ભરવામાં આવશે તેમ ચર્ચાઈ રહ્યું છે.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે પાટડીના એક ઘરમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. બાતમીના આધારે એસએમસીની ટીમે દરોડા પાડ્યા હતા. એસીબીના પીઆઈના ભાઇ કિરણ ઠાકોરના ઘરે જુગારનો અડ્ડો ધમધમતો હોવાનું સામે આવ્યુ છે. રાત્રે 12 વાગ્યાના અરસામાં આ જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. પાટડીના વેલનાથનગરમાં જુગારનો અડ્ડો ચાલતો હતો. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે મહિલાઓએ દરવાજા બંધ કરી દીધા હતા. પોલીસે કાર, મોબાઈલ, બાઈક, રોકડ સહિત અંદાજીત 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

તો બીજી તરફ એ પણ પ્રશ્ન સામે આવી રહ્યો છે કે ઝીઝુવાડા બાદ સુરેન્દ્રનગરના પાટડીમાં આટલું મોટું જુગારનું નેટવર્ક ચાલતું હતું તો કોની રહેમ દૃષ્ટિ હેઠળ ચાલતું હતું? શું પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવશે કે પછી સમગ્ર મામલાને રફે દફે કરવામાં આવશે તે હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement