ખંભાળિયા નજીક બંગલામાં દારૂની મહેફીલ ઉપર રેડ
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત નજીક આવેલા આર્યભગવતી વિલાના 112 નંબરના બંગલામાં દારૂૂની મહેફિલ ચાલી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો, જે દરોડા દરમિયાન જામનગર, અમદાવાદ દેવભૂમિ દ્વારકા, અને લાલપુર સહિતના છ જેટલા વેપારીઓ દારૂૂની મહેફિલ માણી રહેલા રંગે હાથ ઝડપાયા હતા.
આથી એલસીબી ની ટીમે ખંભાળિયાના વેપારી જુનેદ ગુલમામદભાઈ કોટા, જામનગરના વેપારી હાજી સુલતાન વલીમામદ ખફી, ઢીચડાના વેપારી અજહરખાન ઉમરખાન પઠાણ, અમદાવાદના વેપારીઓ જાવેદ વલીમહંમદ તથા મોહસીન વલીમહંમદ, લાલપુરના ઇકબાલ ઈસ્માઈલભાઈ ચૌહાણ સહિતના વેપારીઓની અટકાયત કરી લઇ તેવો પાસેથી ઇંગ્લિશ દારૂૂની ખાલી અને ભરેલી બોટલ, દારૂૂના ગ્લાસ, તથા અન્ય સામગ્રી સહિત એક લાખ ની માલસામગ્રી કબજે કરી છે, અને તમામ સામે સિક્કા પોલીસ મથકમાં દારૂૂની મહેફિલ માંણવા અંગે ગુનો નોધ્યો છે.
