કોડીનાર પંથકમાં દારૂના કટીંગ પર દરોડો: 256 પેટી સાથે 19 ફરાર, 3 ઝડપાયા
કોડીનાર તાલુકાના વેલણ ગામના લાઈટ હાઉસ પાસેના દરિયાકાંઠે એક બોલેરો પીકપ વાનમાંથી કોડીનાર પોલીસે 44 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ જેની કિંમત રૂૂપિયા 5,43,888 સાથે ત્રણ સખશોને ઝડપી લીધા છે પોલીસે ત્રણ લાખની બોલેરો અને 10,000 ના મોબાઈલ સાથે કુલ રૂૂપિયા8,53,888 નો મુદ્દામાલ ઝડપી લઇ કુલ 23 ઈસમો સામે ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે દારૂૂની હેરાફેરીમાં જે વીસ શખ્સો નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.
પકડાયેલા શખ્સો પાસેથી પોલીસને મળેલી માહિતી મુજબ એક હોડીમાં 300પેટી દારૂૂ આવવાનો હોય તેને ચડાવવા - ઉતારવાની રૂૂપિયા 1500 લેખે મજૂરી દારુ મંગાવનાર શખ્સો આપવાના હોય તેવો મજૂરી માટે આવ્યા હતા જ્યારે દારૂૂ હોડીમાં લાવનાર ત્રણ શખ્સો સાથે અન્ય ત્રણ વાહનોમાં 256 પેટી દારૂૂ સાથેના 17 જેટલા સખશો નાસી છુટ્યા હોવાનું અને તેમને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે પકડાયેલા શખ્સો માં કોડીનારના સંજય બધા મેર, સંજય નારણ મેર તથા સાગર જયંતિ દામોદરા આ તમામને કોડીનારના મોહસીન ઓસ્માન હલાય, નાથા લખમણ સોલંકી તથા શૈલેશ ઉર્ફે બચો જગુ કામળિયાએ ફોન કરીને દારૂૂની 300 પેટી ચઢાવવા ઉતારવાની હોય રૂૂપિયા 1500 લેખે મજૂરી આપવાની વાત કરીને ઘરે બોલાવ્યા હતા.
બાદમાં જીજે 32ઝ 3412 નંબરની બોલેરો પીકપ વાનમાં બેસાડીને વેલણ લાઈટ હાઉસ પાસેના દરિયાકાંઠે મોકલ્યા હતા જ્યાં દરિયામાં એક હોળી આવેલી એમાં ત્રણ સખશો હોવાનું જણાવેલ અને ત્યારબાદ તરત જ કોડીનારનો જુબેર પાણાવઢુ મહિન્દ્રા બોલેરો નંબર જીજે 6 3357 મોહસીન તથા યાસીન શા આઇટેન નંબર જીજે15 પીપી 6558 તથા શૈલેષ અર્જન કામળીયા મહેન્દ્રા ઠાર નંબર જીજે 11 સીએચ 6927 લઈને આવેલા આ બધા વાહનોમાં દારૂૂની પેટી ભરી આપી હતી બાદ આ ત્રણે વાહનો લઈને તેઓ ચાલ્યા ગયા અને હોડી ખાલી થઇ જતા હોડીમા આવેલા ત્રણેય સખશો પણ ચાલ્યા ગયેલા આ દરમિયાન કોડીનાર પોલીસના વિવેકસિહ નારણભાઈ પઢીયાર ને કોડીનારના દરિયાકાંઠે દારૂૂની હેરાફેરી થતી હોવાની માહિતી મળતા તેઓ તુરત જ તેમની સાથે એએસઆઈ પ્રદીપસિંહ રાયજાદા યુવરાજસિંહ અને નંદીશસિહ સાથે વેલણ ગામના દરિયાકાંઠે પહોંચ્યા હતા જ્યાં ઉપરોક્ત 44 પેટી દારૂૂ અને બોલેરો સાથે ત્રણ લોકોને ઝડપી લીધા હતા.
પોલીસે પકડેલાઓમાં સંજય બધા મેર ,સંજય નારણ મેર અને સાગર જયંતિ દામોદરા નો સમાવેશ થાય છે જ્યારે પોલીસે અન્ય વાહનોમાં 256 પેટી દારૂૂ લઈને નાસી છૂટેલા મોહસીન ઓસમાણ હાલાઇ, નાથા લખમણ સોલંકી ,અજય મોહન ભરડા ,દીપક ગોવિંદ મેર, કલ્લુ લખમણ વાજા, નરેશ જયંતી મેર ,અરજન લાખા રાઠોડ ,મોહિત પ્રકાશ વંશ, મોહસીન સતાર ,ઈરફાન ઓસમાણ અસવાણી, જયેશ ભુપત રાઠોડ, અજય કામળિયા ,અરફાન હારુંનભાઈ, સતીષ અર્જન કામળીયા ,યાસીન ગુલામશા રફાઈ, તથા હોળીમાં દારૂૂ લાવનાર અન્ય ત્રણ શખ્સો સામે મળીને કુલ 23 શખ્સો સામે કોડીનાર પોલીસના વિવેકસિંહ નારણભાઈ પઢિયારે ધોરણ સર ફરિયાદ દાખલ કરી છે
(તસ્વીર દિનેશ જોષી )