ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બોટાદના છૈડા ગામે દારૂના કટિંગ પર દરોડો, દારૂ-બિયરના જથ્થા સાથે 99.78 લાખનો મુદ્દામાલ જપ્ત

11:47 AM Nov 22, 2025 IST | Bhumika
Advertisement

બોટાદ કઈઇ પોલીસે છૈડા ગામની સીમમાંથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટેઈલર ટ્રક અને બોલેરો પીકઅપમાંથી કુલ 99.78 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, કઈઇ પોલીસને બાતમી મળી હતી કે છૈડા ગામની સીમમાં વિદેશી દારૂૂનું કટિંગ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન સ્થળ પરથી એક ટેઈલર ટ્રક અને એક બોલેરો પીકઅપ ગાડી મળી આવી હતી. આ વાહનોમાંથી 5736 બોટલ વિદેશી દારૂૂ અને 8040 બિયરના ટીન મળી આવ્યા હતા. જોકે, પોલીસ પહોંચે તે પહેલા આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

પોલીસે દારૂૂ અને બિયરના જથ્થા ઉપરાંત ટેઈલર ટ્રક અને બોલેરો પીકઅપ ગાડી સહિત કુલ 99.78 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે નાગરાજ ખાચર, ધર્મદીપ ખાચર અને ટેઈલર ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
BotadBotad newsgujaratgujarat newsliquor cutting
Advertisement
Next Article
Advertisement