જૂનાગઢના ડબગર શેરીમાં ઘોડીપાસાની કલબ પર દરોડો
01:29 PM Aug 23, 2025 IST
|
Bhumika
Advertisement
કડિયાવાડમાં આવેલ ડબગર શેરીમાં રહેતો શની કિશનભાઇ સોંદરવા પોતાના રહેણાંક મકાનમાં ઘોડી પાસાનો જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા મોડી રાત્રે એ ડિવિઝનના પીઆઇ આર. કે. પરમાર, એએસઆઈ બી. એ. રવૈયાની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ શખ્સો રૂૂપિયા, ઘોડી પાસા જુગારના પટમાં ફેંકી ઉભા થઈ ભાગી જવાની કોશિષ કરતા તમામને બેસાડી દીધા હતા.
Advertisement
કાર્યવાહીમાં જુગારધામનો સંચાલક 35 વર્ષીય શની કિશનભાઇ સોંદરવા તેમજ ઘોડી પાસાનો જુગાર રમી રહેલા દાતાર રોડ મચ્છી માર્કેટમાં રહેતો મહેબૂબખાન મહમદ ખાન પઠાણ, ધરારનગરનો કિશોર બાબુભાઈ મૂળિયા, જેતપુરનો હાજી ઈસ્માઈલ જુણેજા, મોહસીન વલીભાઈ ચૌહાણ, કાદર વલીભાઈ ચૌહાણ સહિત 6 શખ્સોને પકડી પાડ્યા હતા. ખેલીઓ પાસેથી રૂૂપિયા 51,900ની રોકડ રકમ કબજે લઈ તમામની વિરુદ્ધ જુગારનો કેસ નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
Next Article
Advertisement