સાણંદની હાઈપ્રોફાઇલ દારૂની મહેફીલ ઉપર દરોડો, 12 નબીરા-26 યુવતીની ધરપકડ
ક્લહારબ્લ્યુ ગ્રીન વીલાના રિસોર્ટમાં પોલીસના દરોડામાં 1.61 લાખનો મુદ્દામાલ કબજે
અમદાવાદ,ગાંધીનગર,મુંબઇના નબીરા અને યુવતીઓએ દારૂની મહેફીલ ગોઠવી હતી
સાણંદના ક્લહા2બ્લ્યુ ગ્રીન વીલાના રિસોર્ટમાં ચાલતી હાઈપ્રોફાઇલ દારૂૂની મહેફિલ ઉપર સાણંદ પોલીસે દરોડા પાડીને દારૂૂની મહેફીલ કરતાં અમદાવાદ, ગાંધીનગર, મુંબઇના 12 નબીરા ઓની ધરપકડ કરી હતી. આ મહેફિલમાં પકડાયેલી 26 યુવતીઓને નોટિસ આપીને છોડી મૂકવામાં આવી હોવાની માહિતી પણ મળી છે. 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા 12 યુવકો એકબીજાના મિત્રો હોવાનું ખૂલ્યું હતું.
મળતી વિગતો અનુસાર સાણંદ ગામની સીમમાં આવેલ ક્લહા2 બ્લ્યુ ગ્રીન વીલા મકાન નં.358માં દારૂૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીને આધારે શનિવારે મોડીરાત્રે જેથી પી.આઈ. એચ.જી.રાઠોડની ટીમે દરોડો પડ્યો હતો.જેમાં દારૂૂની મહેફિલ માણતા ગાંધીનગર, અમદાવાદ, મુંબઇના 12 યુવકો અને 26 યુવતીઓ પીધેલી હાલતમાં મળી આવ્યા તમામના મેડિકલ બ્લડ સેમ્પલની કાર્યવાહી કરવામાં આવી છે. સ્થળ ઉપરથી વિદેશી દારૂૂની 5 બોટલ તેમજ 11 મોબાઇલ ફોન મળીને કુલ રૂૂ.1.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દારૂૂની મહેફિલમાં પકડાયેલા નબીરાઓમાં જીમીત જયેશભાઇ શેઠ (સત્વમ પાર્ક લેન્ડ, સરગાસણ, ગાંધીનગર), હર્ષ જયેશભાઇ શેઠ (સત્વમ પાર્ક લેન્ડ, સરગાસણ, ગાંધીનગર), ભાવેશ રામનરેશ કથીરીયા (નૈયા એપાર્ટમેન્ટ, રામોલ અમદાવાદ), પ્રતિક સુરેશ આનંદ (મનિયા બિલ્ડીંગ નાસિક, મહારાષ્ટ્ર), કુશલ કિરીટભાઈ પ્રજાપતી (રાધાક્રૃષ્ન સોસા.,ઓઢવ અમદાવાદ), દિપ ચંદ્રકાંતભાઇ વડોદરીયા (શ્રીનાથ એપાર્ટમેન્ટ, નવાવાડજ),રાજન ગોપાલભાઈ સોની (ભગવતી હાઈટ્સ, નવી મુંબઈ), રોનીત રાજેશભાઈ પંચાલ (સીતારામ એવન્યુ, ન્યુ રાણીપ), નોમાન મુખ્તાર શેખ (અલબરૂૂદ સરખેજ, અમદાવાદ), જય પિયુષ વ્યાસ (વૃંદાવન સરગાસણ, ગાંધીનગર), મહાવિરસિંહ વિક્રમસિંહ સોલંકી (તેજેન્દ્ર વિહાર સોસાયટી, ઓઢવ), યશ ઘનશ્યામ ભાઈ સેન (રામદેવપીર સોસાયટી, બાપુનગર) ઉપરતા 26 યુવતીની ધરપકડ કરી હતી જેમાં 26 યુવતીને નોટીસ આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ક્લહા2 બ્લ્યુ ગ્રીન વીલા મકાન, નં.358માંથી દારૂૂની મહેફિલ કરતાં પકડાયેલ 12 યુવકો એક બીજાના મિત્રો છે અને મોટાભાગના યુવકો ઇવેન્ટના બિઝનેશ સાથે સંકળાયેલ છે, મકાન માલિક કે બંગલો કેરટેકરને આપ્યો હતો, જોકે કેરટેકરે બંગલો એક રાત પૂરતો દારૂૂની પાર્ટી કરવા ભાડે આપ્યો હોવાનું ખૂલ્યું છે. રૂૂમમાંથી 5 ખાલી દારૂૂની બોટલો છે.
તપાસ દરમ્યાન કેટટેકર કાયદાના સાણસામાં આવશે, મકાન માલિકની આમાં સંડોવણી છે ? કે નહીં , મકાન ભાડે આપ્યું હતું તો તેનો કરાર છે ? કે નહીં, કેટલામાં એક રાત માટે ભાડે આપ્યું ?, કેરટેકર કઈ રીતે ભાડે બંગલો આપતા હતા અને કોના સંપર્કથી આપતા હતા તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે.