ઉદયનગરમાં ગોડાઉનમાં ચાલતા જુગાર પર દરોડો: છ ખેલૈયા ઝડપાયા
મવડી પ્લોટ ઉદયનગર એક શેરી નંબર 20 પટેલ બેગ નામના ગોડાઉનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડા પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઇ રૂૂ.18 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ જુગાર મામલે માલવીયા પોલીસ મથકના પીએસઆઇ એમ.જે.ધાંધલ,મનીશભાઈ સોઢિયા અને સ્ટાફે જુગારનો દરોડો પાડી જુગાર રમતા મનોહરસિંહ વચનસિંહ રાજપુત, ઉ.વ.-35, ધંધો-મજુરી રહે.-ઉદયનગર-1, શેરી નં 20, ગરબી ચોક પાસે, પટેલ બેગ નામના ગોડાઉનમા મવડી પ્લોટ રાજકોટ (2) દિનેશભારતી કિશોરભારતી ગૌસ્વામી, ઉ.વ.-45, ધંધો-ડ્રાઇવીંગ, રહે.- નવલનગર શેરી નં 3/19, પીપળીયા મકાનની સામે, મવડી પ્લોટ રાજકોટ (3) દિવ્યેશભાઇ ભીખુભાઇ ગૌસ્વામી, ઉ.વ.-37, ધંધો-મજુરી રહે.- ગોપાલ પાર્ક શેરી નં 2/3ની સામે સાગર હોલની બાજુમા ગોપાલ પાર્ક મેઇન રોડ રાજકોટ (4) રમેશભાઇ વાઘજીભાઇ ગૌસ્વામી, ઉ.વ.66, ધંધો-નીવૃત, રહે.- ન્યુ આકાશ દિપ સોસાયટી શેરી નં 05,મવડી ચોકડી પાસે, 150 ફુટ રીંગ રોડ રાજકોટ (5) નિલેશભાઇ રમેશભાઈ પીઠડીયા, ઉ.વ.-42, ધંધો-દરજી કામ રહે.- નારાયણ નગર શેરી નં 02, સહકાર મેઇન રોડ, રાજકોટ) અને રામબાબુ નથુની શાહ(રહે.- પંચશીલ સોસાયટી શેરી નં 09, કમલેશભાઇના મકાનમા ભાડેથી)ને પકડી રૂૂ.18 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.