For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોઠી કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતા જુગારધામ ઉપર દરોડો: 9 પકડાયા

04:40 PM Sep 01, 2025 IST | Bhumika
કોઠી કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતા જુગારધામ ઉપર દરોડો  9 પકડાયા

શહેરના કોઠી કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતા જુગારધામ ઉપર પોલીેેસે દરોડો પાડી પતા ટીંચતા 9 શખ્સોને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.20,570ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રનગર પોલીસ મથકના હેડ કોન્સ.એમ.સી.જાડેજા, કોન્સ. વિરેન્દ્રસિંહ પરમાર, વનરાજ બોરીચા, તૌફિક જુણાચ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં કોઠી કમ્પાઉન્ડમાં બ્લોક નં.87 પાસે જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પતા ટીંચતા શ્યામ એવનભાઇ દંડે, વિરમણી વિલેથમભાઇ આદિદ્રવિડ, વિજય બાલકિષ્ના આદિદ્રવિડ, સુરેશ ગોવિંદભાઇ આદિદ્રવિડ, રાજકુમાર પેરૂસ્વામી સોલીયન, કેતન નરશીભાઇ મકવાણા, રાજુ જયંતિભાઇ સરવિયા, સચીન ગીરીશભાઇ જાદવ અને ભૂપત સવજીભાઇ પરમારને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.20,570ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement