ચોટીલાના અકાળા ગામની સીમમાં જુગારધામ પર દરોડો, 7 શખ્સો ઝડપાયા
ચોટીલા તાલુકાના અકાળા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા છે. એલ.સી.બી. ટીમે આ કાર્યવાહીમાં રોકડા રૂૂપિયા 53,600 સહિત કુલ રૂૂપિયા 1,13,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ચોટીલા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી જિલ્લામાં દારૂૂ-જુગાર જેવી બદીઓ નાબૂદ કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમોએ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.આ દરમિયાન એલ.સી.બી. ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના અકાળા ગામની ‘ખારા’ તરીકે ઓળખાતી સીમમાં કેટલાક ઇસમો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સાત ઇસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂૂપિયા 53,600, ચાર મોબાઇલ ફોન (કિંમત રૂૂપિયા 20,000), બે મોટરસાયકલ (કિંમત રૂૂપિયા 40,000) અને ગંજીપાના સહિત કુલ રૂૂપિયા 1,13,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં સંજયભાઈ ગોરધનભાઈ મેટાળીયા, ઉમેશભાઈ સુરેશભાઈ મેટાળીયા, મહેશભાઈ ધીરુભાઈ મેટાળીયા, બુધાભાઈ ધીરુભાઈ મેટાળીયા, વલ્લભભાઈ માનસિંગભાઈ મેટાળીયા અને વિનોદભાઈ ગોબરભાઈ મેટાળીયા (તમામ રહે. પાંચવડા, તા. ચોટીલા) તેમજ અનિલભાઈ ગોરધનભાઈ પરાલીયા (રહે. અકાળા, તા. ચોટીલા)નો સમાવેશ થાય છે.
આ સફળ કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા, પો.હેડ કોન્સ. યશપાલસિંહ રાઠોડ, પો.હેડ.કોન્સ. દેવરાજભાઈ જોગરાજીયા, પો.કોન્સ. કુલદીપભાઈ બોરીચા અને પો.કોન્સ. વજાભાઈ સાનીયા સહિતની ટીમે પાર પાડી હતી.