ગોંડલના ભોજપરામાં ચાલતા જુગારધામ પર દરોડો, મકાન માલિક મહિલા સહિત સાત ઝડપાયા
ગોંડલ શહેરના ભોજરાજપરા કુંભારવાડા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર રાજકોટ ગ્રામ્ય LCB ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા સાત વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂૂ. 1.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી સૂચનાના અનુસંધાનમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. કઈઇના પી.આઈ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ્પેક્ટર એચ.સી. ગોહીલ અને આર.વી. ભીમાણી સહિતની ટીમે બાતમીના આધારે આ રેડ કરી હતી.
પોલીસે ઇન્દુબેન જેન્તીભાઈ માલકિયાના ભોગવટાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન, જુગાર રમતા આરોપીઓ પાસેથી રૂૂ. 1,72,000 રોકડા અને રૂૂ. 25,000 કિંમતના પાંચ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂ. 1,97,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલા જુગારીઓમાં મકાન માલિક ઇન્દુબેન જેન્તિભાઈ માલકિયા, અશોકભાઈ ઉર્ફે મેમાન ગોવિંદભાઈ સાસાણી, સલીમભાઈ હાસમભાઈ બુકેરા, રવજીભાઈ ઉર્ફે ભગત મેરાભાઈ ઢીલા, દક્ષાબેન ઉર્ફે દ્રષ્ટિ હિરેનભાઈ કિલજી, ભાવનાબેન મગનભાઈ વોરા અને વિલાસબેન ભીખાભાઈ ભટ્ટીનો સમાવેશ થાય છે. LCB ટીમે આ તમામ જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં પો.ઇન્સ. વી.વી. ઓડેદરા, પો.સબ.ઇન્સ. એચ.સી. ગોહીલ, આર. વી. ભીમાણી, અજઈં બાલકૃષ્ણ ત્રિવેદી, જયવીરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, પો. હેડ.કોન્સ. ભગીરથ સિંહ જાડેજા, મનોજભાઈ બાયલ તથા પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા સહિતના સ્ટાફના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા.જયારે અન્ય શાપરના દરોડામાં વેરાવળ ગામે દર્શન પાર્કમાં જુગાર રમતા મયુરસિંહ ચુડાસમા, સરોજબેન રાવલ, રૂપાબેન અજાગીયા, રેખાબેન કુંડારીયા, શ્રધ્ધાબેન જોષી, જયાબેન ફળદુ અને નયનાબેન ગોહેલને ઝડપી 22,450નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
