For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણના બળધોઇના ફાર્મમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 11ની ધરપકડ

12:54 PM Oct 01, 2025 IST | Bhumika
જસદણના બળધોઇના ફાર્મમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો  11ની ધરપકડ

જસદણના બળધોઇ ગામની સીમમા ફાર્મમા ચાલતા જુગાર કલબ પર એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા 11 શખસોની ધરપકડ કરી રૂ. 1.58 લાખની રોકડ સહીત રૂ. 8 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. વાડી માલીકે પોતાનાં ફાર્મમા જુગાર કલબ શરુ કરી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો.

Advertisement

જસદણના બળધોઇ ગામની સીમમા આવેલી ફાર્મમા મનસુખ કાળુ કાછેલા પોતાનાં ફાર્મમા જુગાર કલબ ચલાવતો હોવાની બાતમીનાં આધારે એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા વાડી માલીક મનસુખ ઉપરાંત વીરનગરનાં જીજ્ઞેશ પ્રવીણ ભોજક , ખરેડાનાં મહેશ મનજી ચાવડા, જસદણનાં કાળુ ગગજી બાવળીયા , પારેવડાનાં પ્રવીણ હરજી મેવાસીયા , ભાડુઇનાં ધર્મેશ માવજી શાપરા, વીરનગરનાં રાયધન ભીખા મુંધવા, બળધોઇ ગામનાં રમેશ હીરા સાકરીયા, ખરેડાનાં ચેતન પરબત વાડોદરીયા, શીવરાજપુરનાં વીહા બુટાભાઇ ગમારા અને વીરનગરનાં રમેશગીરી ઇશ્ર્વરગીરી ગોસ્વામીને ઝડપી લઇ રૂ. 1.58 લાખની રોકડ ઉપરાંત પ0 હજારનાં મોબાઇલ અને વાહનો સહીત 8 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાને આધારે એલસીબીનાં પીઆઇ વી. વી. ઓડેદરા સાથે પીએસઆઇ હરદેવસિંહ ગોહીલ અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement