રાજકોટના ખાંભા ગામની સીમમાં જુગાર ક્લબ ઉપર દરોડો, વેપારી સહિત પાંચ ઝડપાયા
કોન્ટ્રાકટર તેમજ ઈમિટેશનના વેપારી સહિતના જુગારીઓ પાસેથી 1 લાખની રોકડ કબજે
રાજકોટ નજીક માખાવડ થી રાવકી જતા રોડ પર ખાંભા ગામની સીમમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા રાજકોટ અને જૂનાગઢના ઈમિટેશનના વેપારી તેમજ કોન્ટ્રાકટર સહીત પાંચની ધરપકડ કરી રૂૂ.1 લાખની રોકડ કબજે કરી હતી. મળતી વિગતો મુજબ માખાવડ થી રાવકી જતા રોડ પર ખાંભા ગામની સીમમાં અતુલ કાસ્ટ નામના કારખાના તરફ જતા રસ્તે ખરાબાની જગ્યામાં લોધીકા પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમતા મવડી વિસ્તાર 80 ફુટ રોડ સનેશ્વર સો.સા શેરી નં-4 ના ખુણે રહેતા વેપારી વિજયભાઇ ભીખાભાઇ સખીયા (ઉ.વ-43), રાજકોટ કોઠારીયા 150 ફુટ રીંગ રોડ સત્યમ સો.સા શેરી-1 માં રહેતા પ્રવિણભાઇ પ્રાગજીભાઇ સોરઠીયા (ઉ.વ-44), રાજકોટ કોઠારીયા રોડ સ્વાતી પાર્ક શેરી નં-4 મુળ રહે-સુકી સાજડીયાળીના વતની કોન્ટ્રાકટર જગદીશભાઇ ગોરધનભાઇ સખીયા (ઉ.વ-42), રાજકોટ ઢેબર રોડ અટીકા પરસાણા પાકે શેરી નં-5 માં રહેતા ઇમીટેસનના ધંધાર્થી કલ્પેશભાઇ લીંબાભાઇ ભંડેરી ( ઉ.વ-29) કોઠારીયા મેઇન રોડ રામેશ્વર રોયલ પાર્ક-02 શેરી નં-2 રહેતા પ્રા.નોકરી કરતા મુકેશભાઈ રતીભાઇ સાવલીયા ( ઉ.વ-41)ની ધરપકડ કરી રૂૂ.1 લાખ રોકડ કબજે કરી હતી.