ભાયાવદરના ખારચિયા ગામે જુગાર કલબ ઉપર દરોડો, 19 જુગારીઓની ધરપકડ
ભાયાવદરના ખારચીયા ગામે મકાનમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 19 શખ્સોની ધરપકડ કરી એક લાખની રોકડ સહિત 2.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભાયાવદર પોલીસ મથકના પીઆઈ વી.સી.પરમારની ટીમને મળેલી બાતમીના આધારે ભાયાવદરનાં ખારચીયા (શહીદ) ગામે રહેતા હરેશ દેવશી બગડાના મકાનમાં જુગાર કલબ ચાલતી હોવાની બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા હરેશ ઉપરાંત કિશન કારાભાઈ શીર, જીવન રાજાભાઈ ચાવડા, હસમુખ નાથા વાઘેલા, રાહુલ કરશન મકવાણા, વિવેક રાજેશ નંદાણીયા, જોગેશ ચંદુ પરમાર, ભરત વાલાભાઈ કટારીયા, સંજય શંકરદાસ શ્રીમાળી, જયંતિ હિરાભાઈ વારગીયા, કાંતી બાવનજીભાઈ સોંદરવા, જયેશ ખીમદાસ શ્રીમાળી, પરેશ સામળદાસ ગાંજણ, વિનોદ બાવનજીભાઈ સોંદરવા, ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ ચુડાસમા, રમેશ ગોવિંદ વામરોટીયા, દિનેશ નવલસિંહ ચુડાસમા, હિતેશ રવજીભાઈ સોંદરવા અને અજીત પ્રેમજી પરમારની ધરપકડ કરી રૂા. એક લાખની રોકડ સહિત 2.21 લાખનો મુદ્ધામાલ કબજે કર્યો હતો.
જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી પીઆઈ વી.સી.પરમાર સાથે રોહિતભાઈ વાઢેર, દિનેશભાઈ ગોહિલ, વશરામભાઈ કરોતરા, મહેશભાઈ સદાદીયા, શક્તિસિંહ જાડેજા, ભાગ્યરાજસિંહ, દિલીપસિંહ જાડેજા અને મહેશભાઈ ગમારાએ કામગીરી કરી હતી.