ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દેરડી કુંભાજીના ફાર્મહાઉસમાં જુગાર ક્લબ ઉપર દરોડો, 8 શકુનીઓની ધરપકડ

12:19 PM May 05, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે ફામહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર સુલતાનપુર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ગોંડલ, અમરેલી, બાબરાના 8 જેટલા શખ્સોને ઝડપી લઈ રૂા. 49 હજારની રોકડ કબ્જે કરી હતી. મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે શાંતિલાલ છગનભાઈ ગોલ પોતાની વાડીમાં જુગાર ક્લબ ચલાવતા હોવાની બાતમીના આધારે સુલતાનપુરના પીઆઈ એમ.જે. ચૌધરી અને તેમની ટીમે ફામહાઉસમાં દરોડો પાડ્યો હતો.

જ્યાંથી જુગાર રમતા વાડીમાલીક શાંતિલાલ છગનભાઈ ગોલ સાથે બાબરાના મોટા દેવળિયાના હરેશ જોરુભાઈ રાઠોડ, ગોંડલના મેતા ખંભાળિયાના અનિલ કેશુભાઈ પરવાડિયા, બાબરાના મોટા દેવડિયાના પાનની દુકાન ચલાવતા અશરફ બાઉદીન પઠાણ, બાબરાના નવઘણવદરના હર્ષદ દેવકુભાઈ હુદડ, ગોંડલના પાટખીલોરી ગામના જયેશ વજુભાઈ ચૌહાણ, અમરેલીના મોણપર ગામના મહિપતભાઈ હરસુખભાઈ ડેર અને બાબરાના લુણીધાર ગામના હિંમતભાઈ વલ્લભભાઈ વેગડની ધરપકડ કરી રૂા. 49 હજારની રોકડ કબ્જે કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસવડા હિમકરસિીંહની સુચનાથી ગોંડલના એએસપી સીમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.જે. ચૌધરી સાથે સ્ટાફના હિતેશભાઈ ગરેજા, જગદીશભાઈ ગોહેલ, અર્જુનભાઈ ડવેરા, ભાવેશભાઈ બારૈયા, મહિપાલસિંહ ચુડાસમા, સંજયભાઈ મજેઠિયા, જયસુખભાઈ ગરાંભડિયા અને અજયસિંહ સરવૈયાએ કામગીરી કરી હતી.

Tags :
crimeDerdi Kumbhaji farmhousegambling clubgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement