માલવિયા ચોકમાં પ્રમુખસ્વામી આર્કેડમાં સ્પામાં ચાલતા કૂટણખાના પર દરોડો, આઠ રૂપલલનાઓ મળી આવી
સંચાલક સહિત બેની ધરપકડ, ત્રણ સ્પામાં કામ કરતા માણસો અંગે રજિસ્ટ્રેશન ન કરાવાયું હોવાથી જા.ભંગ બદલ ગુના નોંધાયા
શહેરમાં છેલ્લા સાડા ત્રણ માસ દરમિયાન ડઝનેક સ્પામાંથી કૂટણખાના ઝડપાયા પછી પણ પરિસ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. જે સ્પષ્ટ કરે છે કે કુટણખાના ચલાવતા સ્પાના સંચાલકોને પોલીસનો પણ કોઈ ડર રહ્યો નથી.ત્યારે માલવિયા ચોકમાં પ્રમુખસ્વામી આર્કેડની એ-વિંગમાં બીજા માળે આવેલા હાઈ ડ્રીમ વેલનેશ સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો હવે પાડી કૂટણખાનું પકડી પાડ્યું હતું.કૂટણખાનાના સંચાલક જૈતીભાઈ ગોવાભાઈ વાઘેલા (રહે. ભાણવડ) અને ટેલિકોલર પરીથીવી રામસિંગ (રહે. ચંદ્રલોક એપાર્ટમેન્ટ, કાલાવડ રોડ)ની ધરપકડ કરી હતી.
હાઈ ડ્રીમ વેલનેશ સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળતાં એએચટીયુની ટીમે ડમી ગ્રાહક મોકલ્યો હતો. જેની પાસેથી એન્ટ્રી ફિ તરીકે રૂૂા. 1 હજાર લેવાયા હતા.જયારે રૂૂપલલના સાથે રૂૂા. 4700માં નકકી કર્યું હતું. તે સાથે જ એએચટીયુની ટીમે દરોડો પાડયો હતો. સ્થળ પરથી ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂૂા.22300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ વિરૂૂધ્ધ એ-ડિવીઝન પોલીસ મથકમાં ઇમોરલ ટ્રાફિક એકટ હેઠળ ગુનો દાખલ કરાવાયો હતો.
મહારાષ્ટ્ર અને યુપીની બે-બે, પશ્ચિમ બંગાળની એક અને ગુજરાતની ત્રણ રૂૂપલલના મળી આવી હતી. જેને નિયમ આ સ્પામાં મોટાપાયે કૂટણખાનું ચાલતું હોવાનું સ્પષ્ટ થયું છે. સ્પામાંથી મુજબ સાક્ષી બનાવાઈ છે.એએચટીયુની ટીમે દિવસ દરમિયાન અન્ય કોઈ સ્પામાં કૂટણખાના ચાલે છે કે કેમ તે અંગે પણ તપાસ કરી હતી.
જે દરમિયાન ત્રણ સ્પામાં કામ કરતાં માણસો અંગે પોલીસ મથકમાં રજિસ્ટ્રેશન કરાવાયું ન હોવાથી જાહેરનામા ભંગના ગુના દાખલ કરાવાયા હતા.આ કામગીરી પીઆઇ ભાર્ગવસિંહ એમ.ઝણકાટ, પીએસઆઇ એ.કે.ગોસ્વામી, જીગ્નેશભાઈ આર. મારુ, હરસુખભાઇ ડી. વાછાણી, મહમદઆરીફ અંસારી, હસમુખભાઇ બાલધા,ભુમીકાબેન ઠાકર, મહેશ ગણેશપ્રસાદપ્રસાદ અને જ્યોતીબેન બાબરીયાએ કરી હતી.