કોડીનારમાં 69 બૂટલેગરોને ત્યાં દરોડા : 25 સામે ગુનો નોંધાયો, 14 ઝડપાયા
ગીરસોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ કોડીનાર પંથકમાં આજે વહેલી સવારે એલસીબી,એસઓજી 3 પી.આઇ,7 પી.એસ.આઇ સહિતના જિલ્લા ભરના 110 પોલીસ કર્મીઓની 10 ટીમો બનાવી 69 જગ્યાએ વહેલી સવારે રેડ કરી 180 ખક ની 68 નંગ ઈંગ્લીશ દારૂૂ અને 86 લીટર દેશી દારૂૂ રૂૂ.20600 ની કિંમત નો પકડી પાડયો જ્યારે રૂૂ.11250 ની કિંમત નો 450 લીટર દેશી દારૂૂ ના આથા નો સ્થળ ઉપર નાશ કરી 14 બૂટલેગરો ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક ઉના એમ.એફ.ચૌધરીનાં માર્ગદર્શન મુજબ કોડીનાર પો.સ્ટે. વિસ્તારમાં આજે વહેલી સવારે પ્રોહીની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં કોડીનાર પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.આર.પટેલ એલ.સી.બી. શાખા ગીર સોમનાથના પો.ઇન્સ. એ.બી.જાડેજા તથા ઇન્ચા પો.ઇન્સ.એન. બી.ચૌહાણ તથા એલ.સી.બી. ટીમ તથા એસ.ઓ.જી. ટીમ તથા કોડીનાર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. પો.સબ.ઇન્સ કે.એમ ચાવડા, એચ.એલ.જેબલિયા તથા ગીરગઢડા,ઉના અને નવાબંદર પોલીસ સ્ટાફ તથા કોડીનાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો તથા અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ 110 પોલીસ કર્મચારીઓ દ્રારા પ્રોહી મેગા ડ્રાઇવ દરમ્યાન અલગ-અલગ ટીમો બનાવી કોડીનાર વિસ્તારના કુલ 69 લીસ્ટેડ પ્રોહી બુટલેગર ઉપર રેઇડો કરી પ્રોહીના સફળ કેસ કુલ 25 જેમાં દેશી દારૂૂ 86 લીટર તથા આથો 450 લીટર તથા ભારતીય બનાવટના 68 નંગ વિદેશી દારૂૂ રૂૂ.3400/- નો પકડી પાડી તથા નીલ રેઇડો કુલ 44 કરી તથા 14 બૂટલેગરોની અટક કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.
જોકે આ રેઇડ બાદ એલ.સી.બી પી.આઇ. એ.બી.જાડેજા એ જણાવ્યું હતું કે આ તો હજું ટ્રેલર છે એક પણ દારૂૂ નાકે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા ને છોડવામાં નહીં આવે.અત્રે ઉલ્લેખનીય છેકે પોલીસ કોમ્બિંગ ની કાર્યવાહીથી અસામાજિક તત્વો માં ફાફડાટ ફેલાયો છે તો કે હજુ પોલીસ વધુ કાર્યવાહી કરે આતો માત્ર દારૂૂ ના દરિયા ની નાની નાની માછલીઓ જ પોલીસે પકડી છે ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ ની કામગીરી દરમ્યાન હાથમાંથી છૂટી ગયેલ મગરમચ્છરૂૂપી ચાલતી દેશી દારૂૂની મીની ફેક્ટરીઓ પર પણ પોલીસ કાર્યવાહી કરે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.
--