સુરેન્દ્રનગરના બજાણા ગામે દારૂના કટિંગ વખતે દરોડો, 13 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ
પાટડી તાલુકાના ગેડીયા ગામે સીમ રસ્તેથી બંધ બોડીના ક્ધટેનરના ચોર ખાનાની આડમા વિદેશી દારૂૂની 4524 બોટલો સાથે ત્રણ શખશો ઝડપાયા છે. બજાણા પોલીસે ગેડીયા ગામે દરોડો પાડી બંધ બોડીના ક્ધટેનર તથા આઇસર ગાડી તથા આઇ 20 ગાડીમાથી વિદેશી દારૂની બોટલો નંગ-4524 સાથે રૂ.30.69 લાખનો મુદામાલ કબજે કરી કુલ 10 શખશો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એ.કે.વાઘેલા સહીતની ટીમ નાઇટ પેટ્રોલીંગમા હતા, તે દરમિયાન ગેડીયા ગામે બીલકીશબાનુ હનીફખાન ઉર્ફે કાળો મુન્નોના ઘરની પાછળના ભાગે આવેલી સીમ રસ્તેથી અમુક વાહનોમા વિદેશી દારુની હેરાફેરી ચાલુ હોય તે દરમિયાન દરોડો પાડી વિદેશી દારૂની નાની-મોટી બોટલો તથા બીયરના ટીન સહિત નંગ-4524, કિ.રૂ. 13,50,504 તેમજ કિ.રૂ. 12,000, રોકડા વાહનો મળી કુલ રૂા. 30,69,204નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે શકલ દેવકુમાર બેજીન્દર મહેરા ( ઉ.વ.-28, રહે-ગમેલ, જી-મધેપુરા, રાજ્ય-બીહાર ), બીટૂ કુમાર હુલાશ શાહ ( ઉ.વ.-21, રહે- મકરી, તા-ગમેલ, જી-મધેપુરા, રાજ્ય-બીહાર અને રહીમ ખાન મહમદખાન ગઢવાડીયા ( ઉ.વ.-27, રહે- માલવણ તા-પાટડી ) મળી ત્રણ આરોપીઓ પકડી પાડી તમામ મુદામાલ કબ્જે કર્યો છે. ત્રણેય આરોપીઓ તેમજ ઈગ્લીશ દારૂૂનો જથ્થો ભરી આપનાર પીન્ટુ ( રહે-ગુડગાવ ), ઈંગ્લીસ દારુનો જથ્થો મંગાવનાર બીલકીશબાનુ હનીફખાન ઉર્ફે કાળો મુન્નો ( રહે-ગેડીયા તા-પાટડી ), ઇશ્માઇલખાન બીસ્મીલાખાન મલેક, સીરાજખાન ( રહે-ઇગરોડી ), સોહીલખાન ( રહે-ઝેઝરી ) આઇસર ગાડીનો ચાલક તથા હુન્ડાઇ કંપનીની આઇ 20 ગાડીનો ચાલક તથા તપાસમા ખુલ્લે તે તમામ ઇસમો સામેે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
બજાણા પોલીસના આ દરોડામાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.વાઘેલા, કિશોરભાઇ પારધી, ધરમેંદ્રસિંહ રાણા, સાવન કણઝરીયા, નાનજીભાઈ.એમ.મેરાણી સહિતનો બજાણા પોલીસ સ્ટાફે કામગીરી કરી હતી.