For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આવાસ યોજના ક્વાર્ટર્સમાં પેડલરના ઘરે દરોડો: રૂ.71 હજારનો ગાંજા કબજે

05:18 PM Oct 05, 2024 IST | Bhumika
આવાસ યોજના ક્વાર્ટર્સમાં પેડલરના ઘરે દરોડો  રૂ 71 હજારનો ગાંજા કબજે
Advertisement

રાજકોટમાં ચાલતા નશીલા પદાર્થના કારોબાર ઉપર અંકુશ લગાવવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આવા પેડલરો સામે કડક કાર્યવાહી અને દરોડા નો દોર શરૂૂ કર્યો છે ત્યાર વધુ એક ફ્રુટનો વેપારી ગાંજા સાથે એસોજીના હાથે ઝડપાઈ ગયો હતો.ડ્રગ્સ સાથે બજરંગવાડીના શખ્સને દબોચી લીધા બાદ 150 ફૂટ રીંગ રોડ આરએમસી ક્વાટરમાં દરોડો પાડી 7.120 કિલો ગાંજા સાથે શખ્સને દબોચી લઇ પૂછતાછ કરતા પોતે અમદાવાદથી લાવ્યાનું રટણ કર્યું હતું જો કે પોતે જંગલેશ્વરમાંથી ડીલીવરી લાવ્યાની શંકાએ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા રાજકોટમાં SAY NO TO DRUGS સુત્રને સાર્થક કરવા ઉચ્ચ અધિકારીઓની સુચના અન્વયે એસઓજી પીઆઈ એસ એમ જાડેજા અને ટીમે રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા પેડલરો અને આવા માદક પદાર્થો વેચતા ડીલરો ઉપર દરોડા શરૂૂ કર્યા છે ત્યારે એસઓજી ની ટીમને મળેલી બાતમી આધારે 150 ફૂટ રીંગ રોડ આરએમસી ક્વાટરમાં દરોડો પાડી અતીક સલીમભાઈ મેતર (ઉ.30)ના ઘરે તલાશી લેતા 7.120 કિલો ગાંજો મળી આવતા એસઓજીએ 71,200નો ગાંજો, એક ફોન, એક વજનકાંટો અને 4 પ્લાસ્ટીકની કોથળી સહીત 83 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.

Advertisement

એસઓજીની ટીમે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે અતિક અગાઉ તે દુષ્કર્મમાં પકડાઈ ચુક્યો છે. અતિક આ ગાંજો અમદાવાદથી ત્રણ-ચાર વખત લાવી રાજકોટમાં બંધાણીઓને વેચતો હતો. અતિક આ ગાંજો અમદાવાદથી લાવ્યો હોવાનું તે જણાવી રહ્યો છે પરંતુ એસોજીને એવી શંકા છે કે આ ગાંજા સપ્લાય નું નેટવર્ક જંગલેશ્વર તરફ હોય બુલાત આપી હતી જો કે ખોટું બોલતો હોય જંગલેશ્વરમાંથી ડીલીવરી લાવ્યો હોવાની શંકાએ તેના મોબાઈલના કોલ ડીટેલ ઉપર તપાસ કેન્દ્રિત કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement