રૂા.2.40 લાખના ઘરેણા સહિતનું પર્સ માલિકને પરત કરાયું
રાજકોટથી ખાનગી મોટરકારમાં જામનગરમાં આવેલા મુસાફરનું પર્સ મોટરકાર માં ભૂલાઈ ગયું હરૂૂ. જેમાં કિંમતી ઘરેણા હતા. પોલીસે આ અંગેની જાણ થતા જ તપાસ કરી મોટર ને શોધી કાઢી હતી અને તેમાંથી પર્સ મેળવીને અરજદારને સુપ્રત કર્યું હતું.
જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધીક્ષક, મુખ્ય મથક નયના ગોરડીયા ની સુચના મુજબ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમના સ્ટાફ સી.સી.ટી.વી. કેમેરા ના સર્વેલન્સ ની કામગીરી પર હતા. ત્યારે અરજદાર મહેશભાઇ ટપુભાઇ નકુમ (રહે.રાજકોટ) ના જણાવ્યા મુજબ તેઓ પરિવાર સાથે રાજકોટ થી જામનગર આવવા માટે અર્ટીગા કારમાં બેસેલ હતા. ગાડી જામનગર પહોંચતા તેઓ ગુલાબનગર ઓવરબ્રીજ પાસે ઉતરી ગયેલ. ઉતર્યા બાદ મા તેઓને યાદ આવેલ કે અર્ટીગામાં તેમના પત્નિ નું પર્સ ભુલાઇ ગયેલ છે. જેમાં સોનાનો સેટ તથા ર બુટી જેની અંદાજીત કિ.રૂૂ.2,40,000 છે.
જે બાબતે અરજદારે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમનો સંપર્ક કરતા પો.સબ.ઇન્સ પી.પી.જાડેજા ના માર્ગદર્શન મુજબ પો.હેડ.કોન્સ. પ્રદિપસિંહ સોઢા, પો.કોન્સ. રેખાબેન દાફડા તથા એન્જિનિયર પ્રીયંકભાઇ કનેરીયા સહિતના અધિકારી/કર્મચારી દ્વારા અલગ અલગ સીસીટીવી.નાં ફૂટેજ ચકાસતા અરજદાર અર્ટીગા નં. જી જે 03 એન એફ -2115માં બેસેલ હોવાનું જણાય આવતા સોફ્ટવેર ની મદદથી અર્ટીગા કારના નંબર પર થી કારનાં માલિક નો સંપર્ક કરી તેની પાસે થી અરજદાર નું સોનાનો સેટ તથા 2 બુટી વાળુ પર્સ મેળવી અરજદાર ને ગણતરી ની કલાક માં સોંપી આપેલ છે.