ચોટીલાની કોટન ઇન્ડસ્ટ્રીઝ પાસેથી રૂની ગાંસડી મંગાવી પુનાની કંપનીની 65 લાખની ઠગાઇ
ચોટીલાના આણંદપુર રોડ પર આવેલી ગણેશ કોટન ઇન્ડસ્ટ્રિઝ દ્વારા પુનાની સમૃદ્ધિ ઓર્ગેનિક ફાર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને રૂૂની ગાંસડી વેચાણ કરવામાં આવ્યું હતું. તેમાં એક માસમાં પેમેન્ટ ચૂકવી આપવાનું કહેવા છતાં 64.90 લાખનું પેમેન્ટ ન ચૂકવતા છેતરપિંડી કરતા સમૃદ્ધિ ઓર્ગેનિક ફાર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે 1 નવેમ્બરે રાત્રે ફરિયાદ કરવામાં આવી હતી.
ચોટીલા આણંદપુર રોડ પર આવેલી ગણેશ કોટન ઇન્ડસ્ટ્રિઝના ભાગીદાર માત્રાભાઈ ગેલાભાઈ ઘાંઘળએ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે મહારાષ્ટ્રના પુના ખાતે આવેલી સમૃદ્ધિ ઓર્ગેનિક ફાર્મ ઇન્ડિયા પ્રા. લિમિટેડ સામે છેતરપિંડીનો ગુનો તા.1 નવેમ્બરે રાત્રે નોંધાયો હતો. તેમાં એક વર્ષ પહેલાં ગણેશ કોટન ઇન્ડસ્ટ્રિઝના જૂના વેપારી અનુપ ચોરસિયા દ્વારા પુનાની સમૃદ્ધિ ઓર્ગેનિક ફાર્મ ઇન્ડિયા પ્રા. લિમિટેડના પ્રશાંતભાઈ મુલીધર મોરાનકર સાથે રૂૂની ગાંસડીના વેપાર બાબતે વાતચીત થઈ હતી.
ત્યારબાદ સમૃદ્ધિ ઓર્ગેનિક ફાર્મ ઇન્ડિયા પ્રા.લિમિટેડ દ્વારા માલના ઓર્ડર પ્રમાણે રૂૂની ગાસડી મોકલવામાં આવતી હતી. તેમાં તા. 9 નવેમ્બર 2024ના રોજ સમૃદ્ધિ ઓર્ગેનિક ફાર્મ દ્વારા 79,90,763ની રકમની લેણી નીકળતી હતી. તે એક માસમાં રકમ ચૂકવી આપવા નક્કી કરવામાં આવ્યું હતું. તેમ છતાં એક માસમાં ન ચૂકવી આપતા લેણી રકમની માગણીઓ કરતા તેમાં તા.19 ડિસેમ્બર 2024માં રૂૂ.5 લાખ, તા. 27 ડિસેમ્બર 2024માં રૂૂ. 5 લાખ અને તા. 15 જાન્યુઆરી 2025ના રૂૂ.5 લાખની ચૂકવણી કરવામાં આવી હતી.
ત્યારબાદ રૂૂ.64,90,763 બાકી રકમની વારંવાર ઉઘરાણી કરતા ખોટા વાયદાઓ આપવામાં આવતા હતા. ત્યારબાદ સમૃદ્ધિ ઓર્ગેનિક ફાર્મ ઇન્ડિયા પ્રા. લિમિટેડના પ્રશાંત મુલીધર મોરાનકર દ્વારા ફોનથી જણાવતા તમારી લેણી રકમ ચૂકવવાની નથી. તમારે જે કરવું હોય તે કરી લ્યો તેમ કહી માત્રાભાઈને ધમકી આપી લેણી રકમ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
આથી ગણેશ કોટન ઇન્ડસ્ટ્રિઝના ભાગીદારો સાથે છેતરપિંડી કરી 64.90 લાખની ખોટા વાયદા કરી લેણી રકમ ન આપતા ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સમૃદ્ધિ ઓર્ગેનિક ફાર્મના માલિક પ્રશાંતભાઈ મુલીધર મોરાનકર વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.