For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેશોદના ભાટ સિમરોલી ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતાનો દરોડો

11:37 AM Sep 20, 2025 IST | Bhumika
કેશોદના ભાટ સિમરોલી ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતાનો દરોડો

જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં દેશી દારૂૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયેલો છે. ભેસાણ અને મેંદરડા બાદ હવે 17 સપ્ટેમ્બરના કેશોદના ભાટ સિમરોલી ગામે સરપંચ સહિતના ગ્રામજનોએ દારૂૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડી છે. આ રેડમાં મહિલા સરપંચ સહિત ગ્રામજનોએ દારૂૂ વેચતા તત્વોને ઝડપી પાડ્યા હતા અને પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સાથે મહિલા સરપંચે આક્ષેપ કર્યો હતો કે, પોલીસને લેટરપેડ પર જાણ કર્યા બાદ પણ કાર્યવાહી ન કરી.

Advertisement

ભાટ સિમરોલી ગામના મહિલા સરપંચ મેનાબેન ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગામમાં દેશી દારૂૂનું વેચાણ બેફામ રીતે ચાલી રહ્યું છે, જેના કારણે મજૂર અને ગરીબ પરિવારો હેરાન થઈ રહ્યા છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગ્રામ પંચાયતે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં બે વાર રજૂઆત કરી હતી, પરંતુ પોલીસે કોઈ ધ્યાન આપ્યું ન હતું.સરપંચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અમે પોલીસને લેટરપેડ ભરીને આપ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી.

પોલીસની બેદરકારીથી કંટાળીને ગ્રામજનોએ જાતે જ કાયદો હાથમાં લીધો અને જનતા રેડ પાડી. આ રેડ દરમિયાન મોટીમાત્રામાં દેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે સરપંચના જણાવ્યા મુજબ વેપારીઓ મોટાભાગનો દારૂૂ વેચી ચૂક્યા હતા.ગ્રામજનોએ દારૂૂના ધંધાર્થીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. જ્યાં સુધી પોલીસ આ મામલે ગંભીરતાથી પગલાં નહીં ભરે ત્યાં સુધી ગામમાં શાંતિ જળવાશે નહીં,એમ તેમનું કહેવું છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની ભૂમિકા અને દારૂૂના કાળા કારોબાર પર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક ર્શાસન હવે શું પગલા ભરે છે તે જોવાનું રહ્યું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement