અટિકામાં મહિલા બૂટલેગર સંચાલિત દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
મિનિ બાર ઉપર મહિલાઓનું ટોળું ત્રાટકતા પ્યાસીઓમાં નાસભાગ, પોલીસની કામગીરી સામે ઉઠતા સવાલ
રાજકોટ શહેરમાં દેશી અને વિદેશી દારૂૂ ના ધંધા બંધ કરાવવા માટે પોલીસ ઠેર ઠેર દરોડા પાડી રહી છે છતાં શહેરમાં છાણે ખૂણે અનેક સ્થળોએ દેશી દારૂૂ વેચાઈ રહ્યો છે. શહેરમાં પોલીસના ભય વગર દેશી દારૂૂના ધંધાર્થીઓ બેફામ બન્યા હોય તેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં દેશી દારૂૂનો ધંધો કરતી મહિલાના મીનીબાર ઉપર જનતા રેડ પાડવામાં આવ્યું હોય આ જનતા રેડથી દારૂૂ પીવા આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ પોલીસ હરકતમાં આવી ગઈ છે.
શહેરના અટીકામાં મહિલા સંચાલિત દેશી દારૂૂના બાર ઉપર રીક્ષામાં પહોચેલી મહિલાઓએ રેઇડ કરતા મિનિબારમાં દારૂૂ પીવા આવેલા દારૂૂડિયાઓમાં નાશભાગ મચી ગઈ હતી પાનની દુકાનમાંથી પાંચ કોથળા જેટલી દેશી દારૂૂની કોથળીઓનો મહિલાઓએ જાહેરમાં ઢગલો કરતા ભારે દેકારો બોલી ગયો હતો.
અટીકા વિસ્તારમાં આવેલી જય માતાજી દુકાન તથા તેની બાજુમાં આવેલા પ્લોટ માં કાપડની આડસ મૂકી દેશી દારૂૂનો મીની બાર બનાવવામાં આવ્યો હતો અને જ્યાં દેશી દારૂૂ પીવા માટે લોકો આવતા હોય આ મામલે કેટલીક મહિલાઓએ જઈ આ દેશી દારૂૂના મીની બાર ઉપર જનતા રેડ કરી હતી. રાજકોટમાં સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં રીક્ષામાં ચારથી પાંચ મહિલાએ કરેલી રેડમાં આડસ મૂકી દારૂૂ પીવા માટે દેશી બાર બનાવવાની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું હતું.
જનતા રેડમાં મહિલાઓ મોબાઈલમાં વિડીયો ઉતારતી હોય તે જોઈને અહીં નિરાંતે બેસી મહેફિલ માણતા દારૂૂડિયાઓમાં નાશભાગ મચી ગઈ હતી અને અંદાજે 15થી વધુ શરાબીઓ વિડીયોથી બચવા નાસી છૂટયા હતા બાદમાં આ મહિલાઓએ પાનની દુકાનમાં દરોડો પાડયો હતો જ્યાં દેશી દારૂૂનો બાર ચલાવતી મહિલા સંચાલક સાથે માથાકૂટ થઇ હતી મહિલાઓએ પાનની દુકાનમાંથી એક પછી એક એમ દેશી દારૂૂની પોટલીઓ ભરેલા અંદાજે 5 કોથળા દારૂૂ બહાર કાઢ્યો હતો અને જાહેરમાં ઢગલો કર્યો હતો.આ જનતા રેડ બાદ મહિલા બુટલેગરે દરોડો પાડનાર પાંચ મહિલાઓ સાથે માથાકૂટ કરી હતી.વીડિયો માં એક મહિલા ગલ્લામાંથી પૈસા પણ ચોરી લેતી હોય તેવું જોવા મળ્યું હતું દેશી દારૂૂ ના મીની બાર ઉપર પડેલા દરોડાથી પોલીસની કહેવાથી કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.