પોરબંદરમાં LIB શાખાના PSIનું યુવતી પર વારંવાર દુષ્કર્મ
હાલ પોરબંદરના એલઆઈ બીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અને અગાઉ ભાવનગર જિલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈ પરમારે ભાવનગરની યુવતીને લલચાવી ફોસલાવી પ્રેમ સંબંધ બાંધ્યો હતો.
વારંવાર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીની સગાઈ થઈ જતા પીએસઆઈએ યુવતીના ભાવિ સાસરિયા પક્ષને અંગત પળોના વીડિયો મોકલી યુવતીને બદનામ કરી હતી, જેથી સાસરિયા પક્ષ દ્વારા સબંધ તોડી નાખતા યુવતી પીએસઆઈ પરમાર વિરુદ્ધ ભાવનગરના નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા ભાવનગર પોલીસે પોરબંદર આવી પીએસઆઈ પરમારની ધરપકડ કરી છે.
ભાવનગર શહેરમાં ફરજ બજાવી ચૂકેલા પીએસઆઈ બેન્ઝામિન પરમાર પરિણીત હતા અને પીએસઆઈ બેન્ઝામિન દ્વારા ભાવનગરના એક વિસ્તાર માં રહેતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં યુવતીની મરજી વિરુદ્ધ જુદા જુદા સ્થળો પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ પીએસઆઈ બેન્ઝામિન પરમારની અંદાજિત બે થી અઢી વર્ષ પહેલા પોરબંદર જિલ્લામાં બદલી થઈ હતી.
તેઓ પોરબંદરના મિયાણી મરીન પોલીસ મથકે પીએસઆઈ હતા અને બાદ છેલ્લા દોઢેક વર્ષથી પોરબંદરના એલઆઈબી ખાતામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે.
બદલી બાદ પણ પીએસઆઈ પરમાર દ્વારા ભાવનગર ખાતે રહેતી આ યુવતી પર નજર રાખી હતી અને યુવતીની સગાઈ થઈ હોવાના સમાચાર પીએસઆઈ પરમારને મળતા પરમાર દ્વારા યુવતી સાથેના અંગત પળોના વીડિયો યુવતીના સાસરિયાને મોકલી યુવતીને બદનામ કરવાની કોશિશ કરી હતી.
આ પ્રકરણમાં યુવતીના સાસરિયાઓ દ્વારા તેના ભાવિ પતિએ યુવતી સાથે સંબંધ તોડી નાખતા યુવતીએ પીએસઆઈ બેન્ઝામિન પરમાર વિરુદ્ધ ભાવનગરના નિલમબાગ પોલીસ મથકમા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ભાવનગરમાં ભરતનગર પોલીસ મથકના પીઆઇ કુરેશીને તપાસ સોંપવામાં આવતા પોલીસે પોરબંદર ખાતેથી આરોપી પીએસઆઈ બેન્ઝામિન પરમાર ની ધરપકડ કરી ભાવનગર ખાતે લઈ જઈ કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરની યુવતી પર દુષ્કર્મ આચરનાર પીએસઆઈ બેન્ઝામિન પરમાર પોરબંદર ખાતેના એલઆઈબી વિભાગમાં ફરજ બજાવતા હોય અને તેમની સામે ગુન્હો દાખલ થતા ભાવનગર પોલીસ દ્વારા ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ મામલે ભાવનગર પોલીસ દ્વારા પ્રક્રિયા કરી પોરબંદર એસપીને જરૂૂરી કાગળો મોકલી આપવામાં આવશે ત્યારબાદ પોરબંદર એસપી દ્વારા પીએસઆઈ પરમારને સસ્પેન્ડ કરવામાં આવશે.
