આરોપીને માર ન મારવા રૂા.40 હજારની લાંચ લેતા પીએસઆઈ લીંબોલા ઝડપાયા
સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રૂૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે, આરોપીને માર નહી મારવાનો તેમજ વહેલા જામીન પર મુકત કરવા માટે લાંચ માગી હોવાની વાત સામે આવી છે, આરોપી પીએસઆઈની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરિયાદીના માસીના દીકરા તથા તેના મિત્ર ઉપર સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો જેમાં ગુનાની તપાસ પીએસઆઈ કરી રહ્યા હતા, તે દરમિયાન આરોપીને માર નહી મારવાનો તેમજ વહેલા જામીન ઉપર મુકત કરાવી દેવાના આ બાબતે લાંચની માગણી કરી હતી અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા જેના કારણે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને લાંચના છટકા દરમ્યાન આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, પકડાઇ જઇ ગુનો કરેલ છે.
આરોપી એમ.જી. લીંબોલા, જે પી.એસ.આઈ સરથાણા પોલીસ સ્ટેશન, સુરત શહેર તરીકે બજાવે છે તેને રૂૂ.40,000/-ની લાંચ માંગી હતી. આ ટ્રેપનું સ્થળ સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ ની ઓફિસમાં, સુરત શહેર હતું. આ કામગીરી એમ.જે.શિંદે, પોલીસ ઇન્સ્પેક્ટર, ભરૂૂચ એ.સી.બી.પો.સ્ટે. એ.જે.ચૌહાણ, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર વડોદરા ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે. તથા બંને પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બી. એમ. પટેલ, ઇન્ચાર્જ નાયબ નિયામક, એ.સી.બી., વડોદરા એકમ, વડોદરાના સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી.