ઇન્દિરાનગરના પ્રૌઢને માર મારવાના પ્રકરણમાં પીએસઆઇ, માતા-પુત્ર સહિત ચાર સામે ફરિયાદ
શહેરમાં રૈયાધાર પાસે ઈન્દીરાનગરમાં રહેતા અને લાખના બંગલા પાસે વેલ્ડીંગની દુકાન ચલાવતા આઘેડ પર બે માસ પૂર્વે હોર્ન મારવાના મામલે એસઆરપી મેનની પત્ની અને પુત્રએ મારકુટ કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યાની ફરીયાદ કરવા જતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ અને એક પોલીસ મેનએ રૂૂમમા લઈ જઈ પ્લાસ્ટીકના ધોકા વડે બેફામ પીટાઈ કરી તેની સામે ગુનો નોધી તપાસ કરવાના બહાને તેના ઘેર જઈ તોડફોડ કરી હતી. બનાવમાં આધેડએ ફરિયાદ કરતા માનવ અધીકાર પંચના આદેશથી પીએસઆઈ સહિત ચાર સામે પોલીસે ગુનો નોધી આરોપીઓની ઘરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રૈયાધાર પાસેના ઈન્દીરા નગરમાં રહેતા અને લાખના બંગલા પાસે મકવાણા ફેબ્રીકેશન નામે વેલ્ડીંગનો ધંધો કરતા દિનેશભાઈ કરશનભાઈ મકવાણા (ઉ.51) તા.15-5ના રોજ દુકાન બંધ કરી તેનુ બાઈક લઈને ઘેર જતા હતા ત્યારે રાણીમાં રૂૂડીમાં ચોક પાસે પાછળથી આવતા બાઈક સ્વાર વોર્ન મારતો હોય જેથી તેને રોડ ખાલી હોય છતા વોર્ન કેમ મારે છે. દરમ્યાન ઉશ્કેરાયેલી બાઈક પાછળ બેઠેલી મહિલા અને તેના પુત્રએ મારકુટ કરી હતી જ્ઞાતિપ્રત્યે અપમાનીત કર્યા હતા. તેના બાઈક પાછળ પોલીસ લખેલ હોય જેથી જેથી તે મોબાઈલમાં ફોટા પાડવા જતા વધુ મારકુટ કરી તેનો મોબાઈલ પણ આચકી લીધો હતો.
બાદમાં દેકારો થતા એકઠા થયેલા લોકોએ તેને બચાવ્યો હતો અને ત્યાર બાદ તેન તેની ઘેર જઈને પત્નીને વાત કરી તેની સાથે યુનીવર્સિટી પોલીસમાં ફરીયાદ કરવા જતા અગાઉ જ મારમારી કરનાર માતા-પુત્ર મારી સામે ફરીયાદ કરવા આવ્યા હતા જેથી તેની ફરીયાદ લઈને પીએસઆઈ એન.કે.પડયા અને એક કોન્સટેબલએ ઉપરના રૂૂમમાં લઈ જઈને પ્લાસ્ટીકના ધોકા વડે બે ફામ મારકુટ કરી હતી અને તેને લઈને તેના ઘેર તપાસના બહાને ગયા હતા અને મકાનમાં તોડફોડ કરી હતી અને પરત લાવી તેને લોકઅપમાં પુરી દિધા હતા. બાદમાં રાત્રીના શરીરમાં દુ:ખાવો થતા તેને એક મહિલા પોલીસને વાત કરતા તેને 108ને બોલાવી હતી પરંતુ તેને હોસ્પીટલએ દાખલ કરવાના બદલે ત્યા દવા આપી હતી અને સવારે સારૂૂ થઈ જશે તેમ કહી જતા રહયા હતા.
આઘેડને સવારે કોર્ટ અને માનવ અધીકાર પંચમાં ફરીયાદ કરતા તપાસના હુકમ છુટતા એસીપી ચૌધરી સહીતના સ્ટાફે તપાસ બાદ રીપોર્ટ કર્યો હતો. જે બનાવમાં માનવ અધીકાર પંચે આદેશ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ પટેલ સહીતે મારકુટ કરનાર રૂૂષી ધર્મેન્દ્ર ભાઈ,તેની માતા પીએસઆઈ પંડ્યા અને એક અજાણ્યા પોલીસ મેન સામે ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.