વેરાવળ-સોમનાથ બાયપાસ પર સ્પાની આડમાં થતો દેહ વ્યાપારનો પર્દાફાશ
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-સોમનાથ બાયપાસ પર આવેલા પધ હેવન ફેમિલી સ્પાથમાં દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બુધવારે બાતમીના આધારે દરોડો પાડી આ રેકેટનો ભાંડો ફોડ્યો હતો.
SOGને વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે આ સ્પામાં બ્યુટી થેરાપી અને મસાજના નામે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. બાતમીની ખરાઈ કરવા માટે ટીમે એક ડમી ગ્રાહક મોકલ્યો હતો, જેનાથી માનવ વણજ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓની પુષ્ટિ થઈ હતી.દરોડા દરમિયાન સ્પામાંથી બે પરપ્રાંતીય યુવતીઓ મળી આવી હતી. પોલીસને શંકા છે કે તેમને દબાણ હેઠળ અહીં લાવવામાં આવી હતી. પોલીસે યુવતીઓને સલામત કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી માટે મહિલા સહાય કેન્દ્રને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે.આ ઘટના સમયે સ્પા સંચાલક મુખ્તાર નૂર સુમરા સ્થળ પરથી ગાયબ હતો.મહિલાઓનો શોષણ નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની તજવીજ શરૂૂ કરી છે. પોલીસે સ્પામાંથી રૂૂ. 4,000 રોકડા, બે મોબાઇલ ફોન અને બે ક્ધડોમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાની ફરિયાદો મળતી હતી, આ પ્રકરણને લઈને જઘૠ અને સ્થાનિક પોલીસે તપાસ વધુ સઘન બનાવી છે. જિલ્લામાં આવા અન્ય શંકાસ્પદ સ્પા અને મસાજ સેન્ટરો પર પણ આગામી દિવસોમાં દેખરેખ વધારવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્ર આવા કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરશે તેવી સંભાવના છે.
