વેરાવળમાં સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ઝડપાયો
વેરાવળ શહેરમાં સ્પામાં બ્યુટી થેરાપી અને મસાજના નામે અનૈતિક પ્રવૃતિ ઓ ચલાવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બે શખ્સોને પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વાઘેલા, પી.આઇ. વિ.બી.પીઠીયા, મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અઇંઝઞ ગીર સોમનાથ તથા વુમન પોલીસ સબ ઇન્સ. એસ.એસ.વાવૈયા, એસ.ઓ.જી એ.એસ.આઇ. દેવદાનભાઈ કુંભરવાડીયા, મેરામણભાઇ શામળા, પો.કો.વિપુલભાઇ ટીટીટા, કૈલાશ સિંહ બારડ, મહાવીરસિંહ જાડેજા, કીરણબેન મસરીભાઇ, ચંચલબેન વ્રજલાલ ભાઈ સહીત ના સ્ટાફ સાથે વેરાવળમાં ધ હેવન ફેમિલી સ્પામાં બ્યુટી થેરાપી અને મસાજ ના નામે અનૈતિક પ્રવૃત્તિ ઓ ચલાવી શરીર સંબંધ બાંધવા રૂૂમની સગવડ પુરી પાડી દરોડો પાડતા રૂૂા.2300 તથા મોબાઇલ ફોન બે રૂૂા.10 હજાર, કોન્ડમ મળી કુલ રૂૂા.12,300ના મુદામાલ સાથે (1) મુખ્તાર નુરમહમદભાઇ સુમરા, ઉ.વ.42, ધંધો: સ્પાનો રહે.ગોવિદપરા તા.વેરાવળ તથા (2) સાહીલ હનીફભાઇ ચૌહાણ ઉ.વ.28, ધંધો: સ્પામાં નોકરી રહે ગોવિદપરા તા.વેરાવળ વાળાને પકડી પાડી આરોપી વિરૂૂધ્ધ પોલીસમાં ભારતીય ન્યાય સહીતા 2023 તથા ઇમોરલ ટ્રાફીક પ્રીવેન્શન એકટ 1956 મુજબ ગુન્હો રજી. નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ બનાવના આરોપી ઓએ પોતાના ધ હેવન ફેમિલી સ્પામાં બહાર થી ગ્રાહકોને બોલાવી સ્પાની આડમાં શરીર સંબંધ બાંધવા રૂૂમની સગવડ પુરી પાડી બહાર થી આ કામની ભોગબનનાર મહીલાઓને લાવી પ્રલોભનો આપી સ્પામાં રાખી સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો કરી ગુનો કરી રહેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલ છે.