રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

છેતરપિંડીના કેસમાં આડેધડ બેંક ખાતા સીઝ કરવાની મનાઇ

12:28 PM Jul 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

એકાઉન્ટ ફ્રીઝ કરવાને બદલે માત્ર શંકાસ્પદ રકમ જ ફ્રીઝ કરવા ડીજીપી વિકાસ સહાયનો આદેશ

ઓનલાઇન છેતરપીંડીના બનાવોમાં સીઆઇડી ક્રાંઇમ અને સાયબર ક્રાઇમ સહિતની એજન્સીઓ દ્વારા આડેધડ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવતા હોય, ત્યારે આ બાબતે ડીજીપી વિકાસ સહાય દ્વારા તમામ એજન્સીઓને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની કાર્યવાહી બાબતે સુચના આપી આડધેડ ફ્રીઝ કરાતા બેંક એકાઉન્ટ હવે કારણ વિના બંધ નહીં કરવા જણાવ્યું છે.

જેમાં સાયબર ફ્રોડની રકમ જે તે એકાઉન્ટમાં ગઇ હોય તો એકાઉન્ટ ફ્રીઝ કરવાને બદલે આવી શંકાસ્પદ રકમ ફ્રીઝ કરવાનું સૂચન કરાયું છે. ગઠિયાઓ દ્વારા આવી રકમ મલ્ટી ટ્રાન્જેક્શન કરીને જુદા જુદા એકાઉન્ટમાં ફેરવી દેતા હોય છે ત્યારે ડીજીપીએ આવા 3 લેયર સુધીની તપાસ કરીને તેમાં 5 લાખથી ઓછાના ફ્રોડમાં શંકાસ્પદ રકમ(લિયન એમાઉન્ટ) જ ફ્રીઝ કરવાની સૂચના આપી છે જ્યારે 5 લાખની વધુના ફ્રોડમાં ત્રણેય લેયરની સંપૂર્ણ એમાઉન્ટ ફ્રીઝ કરવાની રહેશે, પરંતુ તથ્યો ધ્યાને લઇને અનફ્રીઝ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવા સૂચન કર્યા છે.
જુનાગઢમાં ક્રિકેટ સટ્ટાકાંડની તપાસકાડમાં ફરજ પરના અધિકારીઓ ફ્રીઝ કરેલા એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે ખાતેદાર પાસેથી લાખો રૂૂપિયાની માગણી કરી હતી.

જે ફરિયાદ પૂર્વ કેન્દ્રીય મંત્રીના માધ્યમથી ગાંધીનગર સુધી પહોંચી હતી. તપાસ દરમિયાન ત્રણ પોલીસ અધિકારીની ધરપકડ કરાઇ છે.આવી જ સ્થિતિ સમગ્ર રાજ્યમાં કોઇ પણ સાયબર ફ્રોડ થાય તો ઉત્સાહી પોલીસ અધિકારીઓ તરત જ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા હતા. ઘણા કિસ્સામાં જે ખાતેદાર અજાણ હોય તો પણ તેમના ખાતા પણ ફ્રીઝ થતા હતા. ચાલાક ગઠિયાઓ જેને ટાર્ગેટ કરે તેની પાસેથી ઓનલાઇન ટ્રાન્જેકેશન બીજા ટાર્ગેટના ખાતામાં કરાવતા હોય છે.
આ પરિસ્થિતિમાં તો ભોગ બનનારનું પણ એકાઉન્ટ

ફ્રીઝ થઇ ગયું હતું. આ બાબત ડીજીપીના ધ્યાને આવતાં તેમણે સાયબર ફ્રોડના કિસ્સામાં લેયર 1થી 3ના ખાતેદાર જો અગાઉ કોઇ નાણાંકીય ફ્રોડમાં સંડોવાયેલા ન હોય અને ફ્રોડની રકમ પાંચ લાખથી ઓછી હોય તો આવા ખાતેદારની માત્ર લિયન એમાઉન્ટ જ ફ્રીઝ કરવાની રહેશે.]

નિર્દોષ લોકો પરેશાન ન થાય તે માટે નિર્ણય લેવાયો: વિકાસ સહાય
કોઇ પણ ફ્રોડમાં લિયન એમાઉન્ટને ફ્રીઝ કરીને તપાસ કરવાથી એજન્સીને પણ સરળતા રહે અને ખાતેદારની પણ કોઇ ફરિયાદ રહે નહીં. આ ઉપરાંત તપાસ દરમિયાન ફ્રીઝ કરી દેવાયેલા એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે પણ ખૂબ જ રજૂઆતો આવતી હતી. જેને પગલે આ લિયન એમાઉન્ટ ફીઝ કરવાનો નિર્ણય લેવાયો છે. સાયબર ફ્રોડ કરનાર સામે કડક પગલાં લેવાશે જ્યારે નિર્દોષ લોકો પરેશાન થાય નહીં તેની પણ તકેદારી રખાશે.

Tags :
bank accountsfraudgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement