તળાજા વોર્ડ-2 કોંગ્રેસના વિજેતા ચારેય ઉમેદવારના ઘરે સવારે વીજતંત્ર ત્રાટક્યું
ભાવનગર જિલ્લાના તળાજા મા સવારે દિવસ ઉગતાજ વિજતંત્ર ની વિજિલન્સ નું બોર્ડ મારેલ ટિમો ત્રાટકી હતી.વિજતંત્ર ની ટીમ દ્વારા ચેકીંગ વારંવાર હાથ ધરવામાં આવતું હોય તો ચર્ચા નો ખાસ વિષય નથી બનતો પરંતુ આજે ચર્ચા નો વિષય બન્યો હતોકે પાંચ દિવસ પહેલા વિજેતા બનેલા વોર્ડ-2 ના કોંગ્રેસ ના ચારેય નગરસેવકો ને ત્યાંજ ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.તો સમઢીયાળા ગામે વીજ ટુકડી ગામમાં ચેકીંગ મા આવે તેના એકાદ કલાક પહેલાજ ફોન આવી જતા આંકડિયાઓ ઉતારી લેવામાં આવ્યા હતા!.
તળાજા વોર્ડ-2 ના તાજેતરમાં ચૂંટાયેલા કોંગ્રેસના નગરસેવક ફિરોઝભાઈ દસાડીયા એ જણાવ્યું હતુ કે આજે સવાર પડી ત્યાંજ વીજચોરી પકડવા માટે ટિમો આ વિસ્તારમાં આવી હતી.નગરસેવકે જણાવ્યું હતુ કે પોતાના સહિત ચાર વિજેતા ને ત્યાંજ આવી ને સૌપ્રથમ ચેકીંગ હાથ ધર્યું હતું.કોઈએ નામ સરનામાં સાથે બાતમી આપી હતી.જોકે ચારેય નગરસેવકો ને ત્યાંથી મળ્યું ન હતું.આ બાબતે બાતમી કોણે આપી અને કોણ ખોટી રીતે પરેશાન કરવા માગે છે તેવા પ્રશ્નો સાથે ચર્ચા નો વિષય બન્યો હતો.આ વિષયને લઈ તળાજા ઈજનેર નો સંપર્ક કરી સત્ય જાણવા પ્રયાસ કરેલ જોકે મોબાઈલ સંપર્ક થયો ન હતો.
ગ્રામ્ય વિસ્તારના સમઢીયાળા ગામે આજે વહેલી સવારે વીજચોરો દોડધામ કરતા નઝરે પડ્યા હતા.સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતુ કે અમુક વ્યક્તિ સવારે 6.15 કલાકે બસમા ચડતા હતા ને ફોન આવતા ઉતરી ને આંકડીયાઓ ઉતારવા દોડવા લાગ્યા હતા.અહીં દરોજ રાત્રે અનેક ઈસમો વીજચોરી કરેછે વહેલી સવારે આંકડીયાઓ કાઢી નાખે છે.અગાઉ રબર કોટેડ વાયરો લગાવવામાં આવ્યા હતા તે સમયે આંકડીયાઓ ગરમ કરી ને લગાવવા મા આવતા હતા જેથી પ્લાસ્ટિક ઓગળી જાય ને વીજચોરી થઈ શકે.