પોરબંદરના યુવાન ઉપર બનેવીની હત્યાનો આરોપ લગાવી હુમલો
બનેવીની હત્યાનો આરોપ લગાવી પોરબંદરના યુવાનને ભાયાવદરના ઢાંક ગામે સમાધાન માટે મળવા બોલાવી બોલાવી બનેવીના ભાઈ સહિતના ચાર શખ્સોએ હુમલો કરતા આ અંગે ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો મુજબ પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઈવિંગ કરતા નાથાભાઈ જોધાભાઈ ઓડેદરા (ઉ.વ.36)એ ભાયાવદર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં દેવશી કારાભાઈ કારાવદરા,કાના દેવશી કારાવદરા અને અજાણ્યા બે શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદ માં જણાવ્યા મુજબ ગત 21/11/2024 ના સાજના આઠક વગ્યાના આસપાસ નાથાભાઈ મોટર સાઈકલ લઈ ને રાણાકંડોરણા ભાણેજ રોહીતભાઈ સરમણભાઈ રાતીયાના ઘરે ગયેલ હતો ત્યારે ઢાંક ગામેથી કુટુંબી બનેવી દેવશીભાઈ ઉર્ફે ગાંડુ કારાભાઈ કારાવદરાનો ફોન આવેલ કે તારા બનેવી જીવાભાઈ રણમલભાઈ કારાવદરા છ સા ત મહિના પહેલા કેંન્સરની બિમારીના કારણે મરણ ગયેલ હોય જે બાબતે આપણી વચ્ચે મનદુખ થયેલ હોય જેથી આ બાબતે તુ અહિ ઢાંક ગામે આવ આપણે સમાધાનની વાતચીત કરવી છે.
તેમ વાત કરતા નાથાભાઈ રાણાકંડોરણાથી મારૂૂ મોટરસાયકલ લઈ ને રાત્રીના સાડા નવેક પોણા દશેક વાગ્યાની આસપાસ ઢાંક ગામે ગયા હતા જ્યાં દેવશીભાઈ ઉર્ફે ગાંડુ કારાભાઈના ઘર પાસે બધા ભેગા થયા ત્યારે દેવશીભાઈ ઉર્ફે ગાંડુ કારાભાઈ કારાવદરા તથા તેનો દિકરો કાના દેવશીભા ઈ ઉર્ફે ગાંડુ કારાભાઈ કારાવદરા અને અજાણ્યા બે શખ્સોએ આવી હુમલો કર્યો હતો. બનાવ વખતે ભત્રીજો સાગરભાઈ ચીમનભાઈ ઓડેદરા ત્યાં આવતા નાથાભાઈને છોડાવી સારવાર માટે ખસેડ્યા હતા.
નાથાભાઈના બનેવી જીવાભાઈ કારાવદરા છ સાત મહીના પહેલા કેન્સરની બીમારી ના કારણે મૃત્યુ પામ્યા હોય જે દેવશીભાઈ ઉર્ફે ગાંડુભાઈના કુટુંબીક ભાઈ થતા હોય જેથી તેણે જેતે સમયે નાથાભી અને તેની બહેન સતીબેન ઉપર મારી નાખવાનો આક્ષેપ કરેલ હોય જે બાબતે બન્ને વચ્ચે મનદુખ હોય જે બાબતે મને સમાધાન કરવા બોલાવી હુમલો કર્યો હોય આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.