લીંબડીમાં પોન્ઝી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ, ડોલરની લાલચ આપી લાખોની છેતરપિંડી
મુખ્ય આરોપી સહિત ત્રણ શખ્સોની અટકાયત
ગુજરાતમાંથી વાંરવાર પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થાય છે, આ સ્કીમમાં લોકોને લોભામણી લાલચ આપીને કેટલાક લોકો છેતરપિંડી આચરે છે. ત્યારે આ પ્રકારની વધુ એક સ્કીમ ચલાવનાર શખ્સો સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઝડપાયા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે. લોભામણી સ્કીમોની જાહેરાત કરીને ડોલર આપવાના બહાને લોકોથી રૂૂપિયા પડાવી લેવાનો ગુનો સામે આવ્યો છે.
પોલીસએ ત્રણ ઇસમોને અટકાયત કરી છે, જેમાં હરેશ રાજુ અને સુરેશ શેખલિયા મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા છે.
આરોપીઓએ 10 લાખ રૂૂપિયાના ડોલર આપવાની લોભામણી સ્કીમ ચલાવી અનેક લોકોને છેતર્યા હતા.લોકોને લલચાવીને સ્કીમમાં રૂૂપિયા ભરાવ્યા હતા.
મળતા અહેવાલ પ્રમાણે ભોગ બનેલ લોકોએ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. હાલ આરોપીઓ સામે વધુ પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ કરી રહી છે.
