For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બહેનને ત્રાસ આપનાર સાસરિયાઓ ઉપર પોલીસમેન ભાઈ સહિતનો હુમલો

01:23 PM Jun 09, 2025 IST | Bhumika
બહેનને ત્રાસ આપનાર સાસરિયાઓ ઉપર પોલીસમેન ભાઈ સહિતનો હુમલો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં પત્નીના ભાઈ એવા પોલીસ કર્મચારી સહિતના ચાર શખ્સોએ બહેનના ઘેર પહોંચી જઈ હંગામો મચાવ્યો હતો, અને બહેનના દિયરના માથા પર પોલીસ કર્મીએ લોખંડ નો પાઈપ ફટકારી માથું ફોડી નાખ્યા ની ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મનસુખભાઈ મૂળજીભાઈ વાઘેલા નામના 28 વર્ષના યુવાને પોતાના માથા પર લોખંડનો પાઇપ ફટકારી માથું ફોડી નાખવા અંગે ઉપલેટા તાલુકાના ખારચીયા ગામના વતની અને કાલાવડ પોલીસ મથકમાં ફરજ બજાવતા દિનેશ પુંજાભાઈ બગડા નામના પોલીસ કર્મચારી અને તેના પરિવારના ત્રણ અન્ય સભ્યો માધાભાઈ પુંજાભાઈ બગડા, ધર્મેશ માધાભાઈ બગડા, અને રમેશ માધાભાઈ બગડા સામે કાલાવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવની જાહેર કરાયા આનુસાર ની વિગતો એવી છે કે ફરિયાદી મનસુખભાઈ કે જેના મોટાભાઈ પ્રવીણભાઈ વાઘેલાના લગ્ન આરોપી પોલીસ કર્મચારી દિનેશભાઈ બગડાના બહેન દમયંતીબેન સાથે થયા હતા. જયાં દમયંતીબેન ને ત્રાસ આપી વધુ પડતું કામ કરાવીને હેરાન પરેશાન કરવામાં આવે છે તેવું ઉપરાણું લઈને પોલીસ કર્મચારી સહિતના તમામ આરોપીઓ ગઈકાલે બહેનના સાસરે ધસી આવ્યા હતા.

જ્યાં હાજર રહેલા દમયંતીબેન ના દિયર મનસુખભાઈ ઉપર પાઇપ વડે હુમલો કરી દીધો હતો, જેમાં તેને માથામાં પાઇપ વાગ્યો હોવાથી માથું ફૂટી ગયું હતું, અને કાલાવડની સરકારી હોસ્પિટલમાં માથામાં ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કાલાવડ ના પી.એસ.આઇ જે.એસ. ગોવાણી અને તેઓની ટીમના મયુરસિંહ જાડેજા, ધાનાભાઈ મોરી સહિતની પોલીસ ટુકડીએ કાલાવડની સરકારી હોસ્પિટલ તેમજ બનાવના સ્થળે દોડી ગયા બાદ આરોપી પોલીસ કર્મચારી દિનેશ બગડા સહિત ચાર આરોપીઓ સામે હુમલા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જે ચારેય આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધ ખોળ ચલાવાઇ રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement