For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મરઘા ગેંગના મુરઘાઓને ‘કૂકડા’ બનાવતી પોલીસ

05:30 PM Nov 13, 2025 IST | admin
મરઘા ગેંગના મુરઘાઓને ‘કૂકડા’ બનાવતી પોલીસ

ટોળકીના ફરાર પાંચ સભ્યો પણ પોલીસના હાથવેતમાં મરઘા ગેંગને આશરો આપનાર અને મદદ કરનારની પણ ધરપકડ કરાશે

Advertisement

મંગળા રોડ પર પેંડા અને મરઘા ગેંગ વચ્ચે થયેલા સામસામે અંધાધૂંધ ફાયરિંગ મામલે પોલીસે પેંડાને ઝડપી લીધા બાદ બાદ મરઘા ગેંગના સુત્રધાર સમીર ઉર્ફે મુર્ગો યાશીનભાઈ પઠાણ, શાહનવાજ ઉર્ફે નવાજ મુસ્તાકભાઈ વેતરણ અને સોહીલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયાને પણ ક્રાઈમ બ્રાંચ ઝડપી લઇ એસઓજીના હવાલે કાર્ય હતા. એસઓજીની ટીમે આજે ઘટનાસ્થળે રિક્ધસ્ટ્રક્શન હાથ ધર્યું હતું. મરઘા ગેંગના મરઘાઓને એસઓજીએ કુકડા બનાવી જાહેરમાં સરઘસ કાઢી રિક્ધસ્ટ્રક્શન કર્યું હતું. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધી બન્ને ગેંગના 20 આરોપીની ધરપકડ કરી છે. તેમજ આશરો આપનાર મદદ કરનાર અને હથિયાર સપ્લાય કરનાર અંગે માહિતી મેળવવવા એસ ઓજીએ રીમાન્ડ મેળવવા તજવીજ શરુ કરી છે.

ગુનામાં હજુ ફરાર મરઘા ગેંગના અન્ય પાંચ સાગરીતોને ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસે તપાસ ચાલુ રાખી છે
ગત 29 ઓક્ટોબરના રોજ મંગળા રોડ પર પેંડા અને મરઘા ગેંગ વચ્ચે થયેલા સામસામે અંધાધૂંધ ફાયરિંગના કેસમાં ઝડપાયેલા સમીર ઉર્ફે મુર્ગો યાશીનભાઈ પઠાણ, શાહનવાજ ઉર્ફે નવાજ મુસ્તાકભાઈ વેતરણ અને સોહીલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયાને સાથે રાખી એસઓજીએ આજે ઘટના સ્થળે લઇ જઈ રિક્ધસ્ટ્રક્શન હાથ ધર્યું હતું.

Advertisement

મરઘા ગેંગના મુરઘાને જાહેરમાં કુકડા બનાવી પોલીસે તેની હવા કાઢી નાખી હતી. ગુનાહિત માનસિકતા ધરાવતા અન્ય તત્ત્વોમાં કાયદાનો ડર પેદા થાય તે માટે પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ફાયરિંગની ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં આ ગેંગવોર મામલે કુલ 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે કાયદાનો કડક હાથે અમલ કરવા માટે પેંડા ગેંગના 17 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. મરઘા ગેંગના આરોપીઓ પર પણ આ જ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પકડાયેલ સમીર ઉર્ફે મુર્ગો યાશીનભાઈ પઠાણ સામે 12 , શાહનવાજ ઉર્ફે નવાજ મુસ્તાકભાઈ વેતરણ સામે ત્રણ અને સોહીલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયા સામે 4 ગુન્હા નોંધાયેલ છે. ફરાર થયા બાદ મદદ કરનાર અને આશરો અને હથિયાર આપનારની પણ એસઓજી ધરપકડ કરશે.

રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઈમ ભરત બસીયાની સુચનાથી પી.આઈ એસ.એમ.જાડેજા સાથે પીએસઆઈ વી.કે.ઝાલા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement