ભાણવડમાં દેશી દારૂ બનાવવાનો 1200 લીટર આથો ઝડપી પાડતી પોલીસ
તા.08/12/2024 ના બરડા ડુંગરમા ભાણાવડ પોલીસ દ્વારા પ્રોહી અંગે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હોય અને આ કોમ્બિંગ દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ જેશાભાઈ ધનાભાઇ બેરા તથા પો.કોન્સ.અજયભાઇ એભાભાઇ ભારવાડીયા નાઓને સુંયુક્તમાં ચોકકસ બાતમી હકીકત મળેલ કે માંડાભાઈ જેશાભાઇ રબારી રહે,ખોડીયાર નેશ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા વાળો ધામણીનેશથી આગળ જતા સાકરોજા તળાવથી એકાદ કી.મી. દુર આવેલ પાણીની ઝરમાં દેશીદારૂૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે અને હાલમા તેની આ પ્રવૃતી ચાલુ હોવાની ચોક્કસ હકીકત આધારે રેઇડ કરતા પથ્થરોથી બનાવેલ એક મોટી ભઠ્ઠી હોય જેની બાજુમા પતરાના 05 બેરલો 200 લીટરની ક્ષમતા વાળા મળી આવેલ હોય જે દેશીદારૂૂ બનાવવાનો આથી લીટર 1200/- કિ.રૂૂા- 30,000/- ગણી તેમજ રેઇડ દરમ્યાન આરોપી હાજર મળી આવેલ ન હોય જેથી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પો.કોન્સ. અજયભાઇ એભાભાઇ ભારવાડીયા નાઓએ ફરીયાદ ગુ.રજી. કરાવેલ છે.
ફરારી આરોપી - માંડાભાઈ જેશાભાઇ રબારી રહે,ખોડીયાર નેશ તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા ભાણવડ પો.સ્ટે. ઈં/ઈ પો.ઇન્સ. કે.કે.મારૂ તથા પો.સબ.ઇન્સ. એન.એન.વાળા તથા એ.એસ.આઇ. ગીરીશભાઈ ગોજીયા તથા કેશુરભાઇ ભાટીયા તથા પો.હેડ કોન્સ જેશાભાઇ બેરા તથા જીતુભાઇ જામ તથા વિપુલભાઇ મોરી તથા વેજાણંદભાઇ બેરા તથા અજયભાઇ ભારવાડીયા તથા ફોરેસ્ટ વિભાગના મુંકુંદભાઇ રઘુભાઇ સોઢા (વનપાલ પાછતર) વિગેરે નાઓએ કરેલ.