For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુરની અપહૃત સગીરાને પોલીસે વેશપલટો કરી બિહારમાંથી મુક્ત કરાવી

11:49 AM Oct 18, 2025 IST | Bhumika
જેતપુરની અપહૃત સગીરાને પોલીસે વેશપલટો કરી બિહારમાંથી મુક્ત કરાવી

સગીરાને ઉઠાવી જનાર શખ્સને પકડવા પોલીસનું સીતામઢી જિલ્લામાં ગુપ્ત ઓપરેશન

Advertisement

જેતપુર માંથી ગુમ થયેલ સગીરાને પોલીસે બિહારના સીતામઢી જીલ્લાના એક ગામ માંથી ગુપ્ત ઓપરેશન પાર પાડી મુક્ત કરાવી હતી અને પરિવારને સોપી હતી.

રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગંભીર ગુનાઓમાં પકડવા પર બાકિ આરોપીઓને પકડવા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી જેતપુર માંથી એક સગીરાનું અપહરણ કરી બિહારનો એક શખ્સ ઉઠાવી ગયો હતો. તેને પકડવા પર અને ભોગ બનનારને મુક્ત કરાવવા તેનું અલગ અલગ સમયે મેળવેલ મોબાઇલ લોકેશનના આધારે હેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.કે.ગોહીલની આગેવાનીમાં એક ટીમ બનાવી બિહાર રાજયમાં તપાસમાં મોકલેલ હતી. ટીમ દ્રારા બિહારના સીતામઢી જીલ્લાના જબાબીપુર ગામ ખાતે જઇ સ્થાનીક પોલીસ તથા ગામના લોકો સાથે સંપર્ક સાધી રાત્રીના સમયે આરોપી મુદ્રીકાકુમાર રૂૂપલાલ કુરધન પાસવાન તથા ભોગ બનનાર વિશે માહિતી મેળવી આરોપી મુદ્રીકાકુમાર રૂૂપલાલ કુરધન પાસવાનને શોધી કાઢી સીતામઢી કોર્ટ ખાતેથી આરોપીના 84 કલાકના ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવી આરોપીને તથા ભોગ બનનારને સાથે લઇ જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે પરત આવી અમોને સોપેલ છે.

Advertisement

રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ,જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સુચના થી જેતપુર સીટી પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સ્પેકટર એ.ડી.પરમાર તથા ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર પી.કે.ગોહીલ તથા જેતપુર સીટી પોલીસ સ્ટેશન ના એ.એસ.આઈ. મિલનસિંહ જીવાભાઇ તથા મહિલા લોકરક્ષક રસીલાબેન જંયતીભાઇએ કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement