શહેર ગ્રામ્ય પંથકમાં પોલીસના ચાર સ્થળોએ દારૂ અંગે દરોડા
જામનગરના લાલપુર ચોકડી, દડિયા તેમજ કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે દારૂૂ અંગેના જુદા જુદા ચાર સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં ઈંગ્લીશ દારૂૂની કુલ પ1 બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લેવાયા છે. જયારે આ દરોડામાં ચાર શખ્સોને ફરારી જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
જામનગરલાલપુર ચોકડીથી આગળ શાંતિ હોટલ પાછળ જય હરિ સોસાયટીમાં રહેતાં જયદીપ ડવ અને વિજય પટેલ નામના શખ્સોના રહેણાંક મકાનમાં દારૂૂ છૂપાવ્યો હોય અને તેઓ ખાનગીમાં વેચાણ કરતાં હોય તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જયાં મકાનમાંથી રૂૂા. 8 હજારની કિંમતની 16 બાટલી દારૂૂ મળી આવ્યો હતો. આથી મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે બન્ને શખ્સો દરોડા દરમ્યાન હાજર મળી આવેલ ન હોય તેઓને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
આ ઉપરાંત કાલાવડના ટોડા ગામે રહેતો રવીરાજસિંહ હરદેવસિંહ જાડેજાની પોલીસે તલાશી લેતા તેમના કબ્જામાંથી રૂૂા. 11,પ00ની કિંમતની ર3 બોટલ ઈંગ્લીશ દારૂૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે.
જયારે તેની પૂછપરછ કરતાં દારૂૂનો આ જથ્થો ટોડા ગામમાં જ રહેતો શકિતસિંહ રણજિતસિંહ જાડેજાએ સપ્લાય કર્યો હોવાનું જણાવતા પોલીસે તેની સામે ગુનો નોંધી ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. જયારે કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામે રહેતો અભિજીતસિંહ હરદેવસિંહ જાડેજા નામનો શખ્સ પોતાની જીજે03 એફડી 7043 નંબરની અલ્ટો કાર લઈને જતો હતો ત્યારે મુરીલા ગામ પાસે પોલીસે મોટર કારને અટકાવી તેની તલાશી લેતા કારમાંથી રૂૂા. 6 હજારની કિંમતની 1ર બોટલ ઈંગ્લીશ દારૂૂ મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂૂ તેમજ કાર સહિતના મુદામાલ સાથે આરોપીની અટકાયત કરી છે. જયારે દારૂૂનો જથ્થો સપ્લાય કરનાર રવિરાજસિંહ હરદેવસિંહ જાડેજાને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત કાલાવડ તાલુકાના સનાળા ગામે રહેતો રવિ ભીખાભાઈ ગધેથરિયા નામના શખ્સની ઈંગ્લીશ દારૂૂની એક બોટલ સાથે પોલીસે ધરપકડ કરી છે.