ભાવનગરમાં કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, 1.25 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો
શહેરના વિદ્યાનગર વિસ્તારમાં જાહેર રસ્તા પર પડેલી બ્રેઝા કારમાંથી ઇંગ્લીશ દારૂૂ અને બિયરનું કટીંગ થાય તે પહેલાં જ એલસીબીએ ત્રાટકી રૂૂા.1.25 લાખનો દારૂૂ અને બિયરના જથ્થા સાથે કારને ઝડપી પાડી હતી. જો કે, કારચાલક નાસી છૂટયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગર એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ આજે વહેલી સવારે વિદ્યાનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, શહેરના દેસાઈનગર વિસ્તારમાં રહેતો જયેશ વલ્લભભાઈ રાઠોડ તેની કબજા ભોગવટાની સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા કારમાં વિદેશી દારૂૂ ભરી વેચાણ માટે લાવેલ છે અને મીણબત્તી સર્કલથી વિદ્યાનગર જવાના રસ્તે આવેલ બીપીટીઆઈના ક્ધડમ ક્વાર્ટરની દીવાલ પાસે ઉભો છે અને તે સ્થળે કારમાંથી વિદેશી દારૂૂનું કટીંગ કરવાનો છે.
આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ કરતા બાતમીવાળી જગ્યા પાસે સફેદ કલરની બ્રેઝા કાર નં. આર.જે.04. સીસી. 5051 પાર્ક કરેલી મળી આવી હતી. પોલીસે કારની અંદર તપાસ કરતા તેમાં વિદેશી દારૂૂની નાની મોટી 1152 બોટલ, કિં. રૂૂા. 1,19,726 તેમજ બિયરના 48 ટીન, કિં.રૂૂા.6000 મળી આવ્યા હતા. પોલીસે રૂૂા.1,25,726 ની કિંમતનો વિદેશી દારૂૂ અને બીયરનો જથ્થો તેમજ કાર મળી કુલ રૂૂ.8,25,726નો મુદ્દામાલ કબજે કરી હતી.દરોડા દરમિયાન જયેશ વલ્લભભાઈ રાઠોડ (રહે.દેસાઈનગર, ભાવનગર) નાસી છૂટવામાં સફળ રહ્યો હતો પોલીસે તેના વિરૂૂદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.