વિરપુરમાં બાયોડિઝલના વેચાણ ઉપર પોલીસનો દરોડો: ચારની ધરપકડ, બે ફરાર
વિરપુર નજીક અંકુર હોટલ પાછળ પોલીસે દરોડો પાડી ભેળસેળયુક્ત જ્વલનશીલ પેટ્રોલીયમ (બાયો ડીઝલ)નુ ગેર કાયદેસર વેચાણનું રેકેટ ઝડપી પાડી રૂૂ.27.65 લાખના મુદ્દમાલ સાથે 4 શખ્સોની ધરપકડ કરી અન્ય બે શખ્સોના નામ ખુલતા બન્નેની શોધખોળ શરૂૂ કરી છે.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હીમકર સિંહ તથા ડીવાયએસપી આર.એ.ડોડીયાની સુચનાથી દરોડો પાડવામાં આવ્યો હતો.રાજકોટ જીલ્લામાં ચોરીછૂપીથી ભેળસેળયુક્ત જવલનશીલ પેટ્રોલીયમ (બાયોડીઝલ)નુ ગેર કાયદેસર વેચાણ થતુ હોય જેના કેસો શોધી કાઢવા માટે પોલીસ અધિકારી તરફથી મળેલી સુચના અન્વયે વિરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ વિરપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.
વીરપુર નજીક અંકુર હોટલ પાછળ ભેળસેળયુક્ત જવલનશીલ પેટોલીયમ(બાયોડીઝલ)નુ ગેર કાયદેસર વેચાણ/ખરીદ કરતા કુલ ચાર ઝડપી લીધા હતા. પકડાયેલ શખ્સોમાં જેતપુર રબારીકા મેવાસા રોડ રામબાપુવાળી શેરીમાં રહેતા કમલેશભાઇ દિનેશભાઇ વાંક, જેતલસર ગામ રામજી મંદિર પાસે રહેતા જયવંતભાઇ જીવકુભાઈ કુદળ, નવાગઢ ગેસ ગોડાઉન પાસે જેતપુરના સુલતાન મહમદભાઇ લાખાણી અને ભાવનગર અજય ટોકીઝ ભીલવાડા સર્કલ નજીક રહેતા ઇમ્તીયાઝ ઇબ્રાહીમ તરકવાડીયાની ધરપકડ કરી પુછપરછ કરતા જેતલસરના જસકુભાઇ જીતુભાઇ હુદળ અને ધર્મેશભાઇ લક્ષ્મણભાઇ ઠુંમરનું નામ ખુલ્યું હતું.
પોલીસે દરોડો પાડી સ્થળ ઉપરથી રૂૂ. 2,20,100 લાખનું 3100 લીટર બાયોડીઝલ ઉપરાંત સ્ટોરેજ કરવા માટે ની લોખંડની 2 ટાંકી,ડીસ્પેન્સર મશીન,બોલેરો પીકઅપ જેના રજી નં ૠઉં-11-ટટ-5833 બે ટ્રક ૠઉં-03-ઇઢ-8073 અને ૠઉં-04-અઠ-4486 તેમજ 4 મોબાઈલ સહીત રૂૂ.27.65 લાખનો મુદ્દમાલ કબજે કયો હતો.
વીરપુર પોલીસ માથ્કા પી.આઈ એસ.જી.રાઠોડ સાથે સ્ટાફના ધર્મેદ્રભાઇ ચાવડા,ગીરીશભાઇ બગડા,વિજયભાઇ ગોહેલ,નિશાંતભાઇ પરમાર સહિતનાઓએ કામગીરી કરી હતી.