જૂનાગઢમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: રૂા.17.98 લાખનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત
જૂનાગઢ તાલુકા પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ઈવનગર ગામમાં કુલ રૂૂ. 27.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ ચાલી રહેલા પેટ્રોલિંગને સફળતા મળી છે.તાલુકા પોલીસ સ્ટેશનના ઙઈં સી.યુ. પરેવા અને સ્ટાફને મળેલી બાતમીના આધારે ઇવનગર ગામના ખરાબાની જમીનમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં બાવળની ઝાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ અને બીયરની 237 પેટી મળી આવી હતી. જેમાં કુલ 9,408 બોટલ/ટીન હતી, જેની કિંમત રૂૂ. 13.98 લાખ છે.
પોલીસે ઘટનાસ્થળેથી એક ટાટા ટ્રક (કિંમત રૂૂ. 10 લાખ) અને એક બોલેરો પિકઅપ (કિંમત રૂૂ. 4 લાખ) પણ જપ્ત કર્યા છે. દારૂૂ કટીંગની પ્રક્રિયા દરમિયાન પોલીસને જોઈને બુટલેગરો ફરાર થઈ ગયા હતા. આ કેસમાં ગાંધીગ્રામ વિસ્તારના મયુર કરણાભાઈ ભારાઈ રબારી સહિત અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લામાં દારૂૂ અને જુગારની બદીને નાથવા માટે પોલીસે વિશેષ ઝુંબેશ શરૂૂ કરી છે, જેના ભાગરૂૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.