બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી
ભાણવડ પંથકના સ્થાનિક પોલીસ દ્વારા દેશી-વિદેશી દારૂૂ અંગે હાથ ધરવામાં આવેલા કોમ્બિંગ દરમિયાન બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂૂની બે ભઠ્ઠી પર દોરડાઓ પાડવામાં આવ્યા હતા. જેમાં પોલીસે દારૂૂ તથા આ અંગેનો કુલ રૂૂ. 1.27 લાખનો મુદ્દામાલ કરી કબજે કર્યો હતો. જો કે આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા.
આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ડી. વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ ભાણવડ પોલીસ મથકના પી.એસ. આઈ. કે.કે. મારુ અને પી.જે. ખાંટની ટીમ દ્વારા બુધવારે જુદાજુદા વિસ્તારોમાં ચેકિંગ તેમજ કોમ્બિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત એએસઆઈ કેસુરભાઈ ભાટીયા અને વેજાણંદભાઈ બેલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ નજીક આવેલા બરડા ડુંગર વિસ્તારમાં પાણીની ઝરમાં ધ્રામણીનેસ વિસ્તારમાં રહેતા સુકા પરબત મોરી નામના શખ્સ દ્વારા દેશી દારૂૂ ગાળવાની ભઠ્ઠી ચલાવવામાં આવતી હોવાથી પોલીસે આ સ્થળે દરોડો પાડીને આ અંગે રૂૂપિયા 45,000 નો મુદ્દામાલ કબજે કરી, ગુનો નોંધ્યો હતો.
અન્ય એક દરોડામાં આ જ વિસ્તારમાંથી રાણપર ગામના વસ્તા પરબત ગોઢાણીયા નામના શખ્સ દ્વારા દેશી દારૂૂની ભઠ્ઠી ચલાવવામાં આવતી હોવાથી આ સ્થળેથી દરોડામાં પોલીસે રૂૂપિયા 82 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરોક્ત દરોડામાં બંને આરોપીઓ સૂકા પરબત અને વસ્તા પરબત ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર પ્રકરણમાં પોલીસે 4600 લીટર દારૂૂ બનાવવાનો આથો તેમજ 60 લી. દેશી દારૂૂ મળી કુલ રૂૂપિયા 1,27,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. મારું, પી.એસ. આઈ. પી.જે. ખાંટ, એ.એસ.આઈ. કેશુરભાઈ ભાટીયા, ગીરીશભાઈ ગોજીયા, દેવાભાઈ ઓડેદરા, સાંગાભાઈ, જેસાભાઈ, વિપુલભાઈ, જીતુભાઈ જામ, શક્તિસિંહ, મિલનભાઈ, વેજાણંદભાઈ, ભોજાભાઈ તેમજ ફોરેસ્ટ વિભાગના નાગાજણભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.