બંગાળી યુવાનને છરીનો ઘા ઝીંકનાર રિક્ષાચાલકનું સરઘસ કાઢતી પોલીસ
ખત્રીવાડમાં રોડ પર સ્કુટી અને ઓટોરિક્ષા સામસામે આવી જતા બોલાચાલી બાદ રીક્ષા ચાલકે બંગાળી સ્કુટર ચાલક કારીગરને છરીના ઘા ઝીંકી રીક્ષા મૂકી નાસી ગયો હતો.પોલીસે ગુનો નોંધી રીક્ષા કબજે કરી નંબરના આધારે હુમલાખોરની શોધખોળ આદરી છે.
મળતી વિગતો મુજબ,ખત્રીવાડ વિસ્તારમાં આજે બપોરે એકાદ વાગ્યાની આસપાસ રોડ પર સામસામે આવી ગયેલા સ્કુટી ચાલક બંગાળી કારીગર અને ઓટો રીક્ષા ચાલક વચ્ચે સામાન્ય બોલાચાલી થયા બાદ ઓટોરિક્ષા ચાલકે બંગાળી કારીગરને એક ઘા ઝીંકી દઈ રીક્ષા મૂકી નાસી છૂટતા રોડ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી બાજુ પોલીસે રિક્ષા કબજે કરીને નંબરના આધારે હુમલાખોરની શોધખોળ કરી છે.તેમજ દીપંકર ભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે પાંચેક વર્ષથી રાજકુમાર બેરાની રાધે ક્રિષ્ના જવેલર્સ નામના ઘાટ કામના કારખાનામાં ઓફીસ વર્ક કરું છું.ગઈકાલે બપોરે ખત્રીવાડ વિસ્તારમાંથી નીકળેલા દીપાશંકરભાઈ સુભાસચંદ ધોરાય(ઉ.42-રહે.ખત્રીવાડ ચોક, લાલજી પટેલની શેરી, સોની બજાર, રાજકોટ) નામના બંગાળી કારીગર પોતાનું સ્કુટર લઈને રોડ ઉપર જતો હતો.
ત્યારે સામે આવી ગયેલી એક ઓટો રીક્ષાના ચાલકે આગળ જવા માટે બોલાચાલી કરી હતી.દરમિયાન રીક્ષા ચાલકે તારે બહુ ઉતાવળ છે કહી દીપાશંકર ધોરાઈને છરીના ઘા ઝીંકી દેતા દીપાંકર લોહીલુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો. બનાવની જાણ પરથી બંગાળી વર્ગના લોકોએ તાત્કાલિક દીપાંકરને પહેલા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો,જ્યાંથી વધુ સારવાર માટે કરણસિંહજી મેઈન રોડ ઉપર આવેલી બાલાજી હોસ્પિટલમાં ખસેડાયો છે.આ મામલે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપી શાકિર હમીદભાઇ યુસુફી (રહે રામનાથ પરા હુસેની ચોક શેરી નં.6) ને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યુ હતુ અને ઘટના સ્થળે જઇ પંચનામુ કરવા તજવીજ હાથ ધરી છે.