For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં મકાનમાંથી 1.48 લાખના ડ્રગ્સ સાથે ઘરધણીને પોલીસે ઝડપી લીધો

02:04 PM Nov 07, 2025 IST | admin
ભાવનગરમાં મકાનમાંથી 1 48 લાખના ડ્રગ્સ સાથે ઘરધણીને પોલીસે ઝડપી લીધો

ગુજરાત સરકાર દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડયે એ ભાવનગર નાઓએ ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા માટે ભાવનગર જિલ્લા તથા રાજ્ય માંથી ચોરી છુપીથી નાર્કોટીકસ ડ્રગ્સ લાવી ભાવનગર જિલ્લામા ઘુસાડી યુવાધનને નશાના અંધકારમા ધકેલવાની પ્રવ્રુતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેવી પ્રવ્રુતિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂૂપે કામગીરી કરવા માટે આપેલ સખત સુચના અનુસાર તથા NO DRUGS IN BHAVNAGAR અભિયાન ચાલુ કરવામાં આવેલ છે.

Advertisement

ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ. સુનેસરા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી સ્ટાફના હેડ કોન્સ. જયવીરસિંહ ચુડાસમા એ બાતમીના આધારે સુમરા રહીમભાઇ હનીફભાઇ (ઉ.વ 30 રહે શેરી નં 1 પ્રભુદસ તળાવ મફતનગર ભાવનગર મુળ રહે વડવા મોતીતળાવ દીદારાવાસ ભાવનગરવાળા)એ પોતાના ઘરમાંથી મેથા એમ્ફેટામાઇન (Methamphetamine)/એમફેટામાઇન ડ્રગ્સ જેનુ વજન- 12 ગ્રામ 310 મિલિગ્રામ કિ.રૂૂ. 1,23,310/- તથા બે મોબાઇલ જેની કિં.રૂૂ.25,000/- મળી કુલ કિ.રૂૂા.1,48,310/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.અને તેના સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી, એસ.ઓ.જી.ના હેડ કોન્સ જયવીરસિંહ ચુડાસમા દ્વારા ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement