હથિયારો સાથે રીલ બનાવનાર ચાર યુવકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
11:52 AM Mar 18, 2025 IST | Bhumika
હિન્દી ફિલ્મ પુષ્પાની સ્ટાઈલમાં તીક્ષણ હથિયારો સાથે રીલ બનાવી ભાવનગર જિલ્લાના મહુવાના ચાર યુવાનોએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જે વાત ભાવનગર પોલીસના ધ્યાને આવતા પોલીસે યુવકોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રહેતા બારૈયા હિતેશભાઈ,ડોડીયા હરદીપભાઈ, ધવલ ત્રિવેદી અને દીપક નકુમ નામના ચાર યુવકોએ પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં તીક્ષણ હથિયારો સાથે રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી .જે ભાવનગર પોલીસના ધ્યાને આવતા પોલીસે ચારેય યુવકોની ધરપકડ કરી રિલમાં ઉપયોગ લેવાયેલી ગાડી પણ ડીટેઈન કરી હતી. અને ચારેય યુવાનો પાસે માફી મંગાવી હતી. આમ ચાર યુવાનોને ફિલ્મની જેમ રિલ બનાવી ભારે પડી હતી.
Advertisement
Advertisement