For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરત પોલીસ સ્ટેશનમાં રીલ બનાવનાર યુવકને કાયદાનું ભાન કરાવતી પોલીસ

04:33 PM Sep 11, 2025 IST | Bhumika
સુરત પોલીસ સ્ટેશનમાં રીલ બનાવનાર યુવકને કાયદાનું ભાન કરાવતી પોલીસ

સુરતમાં યુવકને પોલીસ સ્ટેશનમાં રીલ બનાવવી ભારે પડી છે. જેમાં રાંદેર પોલીસે રીલ બનાવનાર ભોલા રાજભરની અટકાયત કરી છે. પોલીસ સ્ટેશનની ચેર પર બેસી યુવકે રીલ બનાવી હતી. સાત માસ અગાઉ યુવક કલર કામ માટે પો.સ્ટેશન આવ્યો હતો. જેમાં રીલ પોલીસના ધ્યાને આવતા યુવકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની હતી. એક કલરકામના કારીગરે પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની ખુરશી પર બેસીને ફોટોશૂટ કરાવ્યું અને પછી આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કારીગર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો એક કારીગર કરલકામ કરવા પોલીસ સ્ટેશન ગયો હતો. તે દરમિયાન, ઙજઈં તેમની ખુરશી પર હાજર નહોતા. આ તકનો લાભ ઉઠાવીને આ કારીગરે ઙજઈંની ખુરશી પર બેસીને પોતાના ફોનથી ફોટા પાડ્યા હતા. બાદમાં તેણે આ ફોટા સુરતમાં પોલીસ સ્ટેશનમાં કલર કરી ગયો જેવા લખાણ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. પોલીસ સ્ટેશન જેવી સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારનું કૃત્ય ગંભીર ગુનો ગણાય છે. પોલીસે તાત્કાલિક કારીગરને શોધી કાઢ્યો અને તેની સામે ગુનો નોંધ્યો હતો. આ ફોટા વાયરલ થતાં પોલીસની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી હતી, જેના કારણે પોલીસ આ મામલે કડક પગલાં લઈ લીધા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement